24 March, 2025 06:54 AM IST | Dehradun | Gujarati Mid-day Correspondent
વરુણ ધવન અને પૂજા હેગડે ગંગા-આરતી અને વૃક્ષારોપણ પણ કર્યું.
વરુણ ધવન અને પૂજા હેગડેની ફિલ્મ ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’નું શૂટિંગ ગંગાનગરી હૃષીકેશમાં શરૂ થઈ ગયું છે. શૂટિંગ શરૂ કરતાં પહેલાં વરુણ અને પૂજાએ હૃષીકેશમાં માતા ગંગાના આશીર્વાદ લીધા અને ગંગા-આરતીમાં ભાગ પણ લીધો. વરુણ અને પૂજાએ સોશ્યલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરીને આ માહિતી શૅર કરી.
વરુણ અને પૂજાએ ગંગા-આરતી સિવાય વૃક્ષારોપણ પણ કર્યું. તેમણે હૃષીકેશમાં પરમાર્થ નિકેતનના પ્રાંગણમાં રુદ્રાક્ષનું વૃક્ષ પણ લગાવ્યું અને એક તસવીરમાં બન્ને સાથે વૃક્ષમાં પાણી આપતાં જોવા મળ્યાં. પૂજા અને વરુણે આશ્રમનાં બાળકો સાથે વાતચીત પણ કરી. સ્વામી ચિદાનંદ સરસ્વતીના માર્ગદર્શન હેઠળ પરમાર્થ નિકેતનનાં યોગાચાર્ય અને સેવક ગંગા નંદિની ત્રિપાઠીએ તેમને આધ્યાત્મિક, સામાજિક અને પર્યાવરણ સંબંધિત વિષયો પર માહિતી આપી.
વરુણ અને પૂજાની આ ફિલ્મનું દિગ્દર્શન વરુણના પિતા અને લોકપ્રિય ડિરેક્ટર ડેવિડ ધવન કરી રહ્યા છે. આ ફિલ્મ બીજી ઑક્ટોબરે રિલીઝ થશે.