24 March, 2025 06:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શિલ્પા શેટ્ટી
શિલ્પા શેટ્ટી પોતાની ફિટનેસ માટે ખૂબ મહેનત કરે છે. આને કારણે તે ૪૯ વર્ષની વયે પણ વય કરતાં ઘણી નાની દેખાય છે. યોગ અને ધ્યાન શિલ્પાની દૈનિક જીવનશૈલીનો ભાગ છે. હવે તેણે ઇન્સ્ટાગ્રામ પર એવી તસવીર શૅર કરી છે જેને જોઈને બધાને બહુ આશ્ચર્ય થયું છે. આ તસવીરમાં શિલ્પાના ચહેરા પર ઘણી બધી સોય લગાડેલી હતી. હાલમાં શિલ્પાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક સેલ્ફી શૅર કર્યો હતો જેમાં તે દરદીના ડ્રેસમાં ક્લિનિકના બેડ પર છે અને તેના ચહેરાથી લઈને માથા સુધી ઘણી સોય ખૂંપેલી છે. આ ફોટો સાથે તેણે લખ્યું છે, ‘સાઇનસને કારણે ઍક્યુપંક્ચર ટ્રીટમેન્ટ લઈ રહી છું.’