16 October, 2024 11:42 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નીના ગુપ્તા વહાલથી તેમની દીકરીની દીકરીને લઈને ઊભેલાં જોવા મળે છે
નીના ગુપ્તા અને વિવિયન રિચર્ડ્સની દીકરી મસાબા ગુપ્તા મમ્મી બની ગઈ છે. ૧૧ ઑક્ટોબરે તેણે દીકરીને જન્મ આપ્યો છે. નીના ગુપ્તાએ નાની બનવાની ખુશી ઇન્સ્ટાગ્રામ પર વ્યક્ત કરી છે.
નીના ગુપ્તાએ તેમના ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ પર એક ફોટો શૅર કર્યો છે, જેમાં તેઓ બેબી ગર્લ સાથે દેખાઈ રહ્યાં છે. જોકે ફોટોમાં બેબી ગર્લનો ચહેરો નથી દેખાતો. નીના ગુપ્તા વહાલથી તેમની દીકરીની દીકરીને લઈને ઊભેલાં જોવા મળે છે. આ ફોટો સાથે તેમણે લખ્યું છે, ‘મેરી બેટી કી બેટી - રબ રાખા.’
ફૅશન-ડિઝાઇનર મસાબા ગુપ્તાએ ૨૦૨૩માં સત્યદીપ મિશ્રા સાથે લગ્ન કર્યાં હતાં. એ પહેલાં મસાબાએ પ્રોડ્યુસર મધુ મન્ટેના સાથે લગ્ન કર્યાં હતાં. ૪ વર્ષ બાદ બન્નેના ડિવૉર્સ થયા હતા.