એક્ટર-ડિઝાઇનર મસાબા ગુપ્તા (Masaba Gupta)એ શુક્રવારે એક્ટર સત્યદીપ મિશ્રા (Satyadeep Mishra) સાથે ગુપ્ત રીતે લગ્ન કરી લીધા છે. દંપતીએ તેમના લગ્ન સમારોહની તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરી તેમના લગ્નની જાહેરાત કરી હતી. લગ્ન કર્યા બાદ તરત જ, દંપતીએ તેમના પરિવારો અને તેમના સંબંધિત ઉદ્યોગોના મિત્રો માટે એક ભવ્ય રિસેપ્શન રાખ્યું હતું. ખૂબસૂરત કન્યા મસાબા, જે પીઢ બોલિવૂડ અભિનેતા નીના ગુપ્તાની પુત્રી છે, તે તેના પિતા, વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ક્રિકેટર સર વિવિયન રિચર્ડ્સ સાથે હાજર હતી. રિસેપ્શનમાં સોનમ કપૂર, દિયા મિર્ઝા અને સોની રઝાદાન જેવા બોલિવૂડ સ્ટાર્સ પણ હાજર રહ્યા હતા.
28 January, 2023 07:56 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent