05 November, 2026 01:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રવિ દુબેએ સુન્ની દેઓલના ચરણસ્પર્શ કર્યા
મંગળવારે ‘રામાયણ’ના નિર્માતાઓએ ફિલ્મની કાસ્ટ અને ક્રૂ માટે ભવ્ય સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું. આ ખાસ પ્રીમિયરમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, નીતુ કપૂર, વિવેક ઑબેરૉય, કુણાલ કપૂર, સની દેઓલ, રવિ દુબે અને રકુલ પ્રીત સિંહ પોતાના પરિવાર સાથે હાજર રહ્યાં હતાં. હવે આ સ્ક્રીનિંગનો એક રેડ કાર્પેટ વિડિયો સોશ્યલ મીડિયા પર ચર્ચામાં છે જેમાં ફિલ્મમાં લક્ષ્મણનો રોલ કરનાર રવિ દુબે જાહેરમાં સની દેઓલના ચરણસ્પર્શ કરીને તેના આશીર્વાદ લેતો જોવા મળે છે. રવિને ચરણસ્પર્શ કરતો જોઈને સનીએ તેને તરત ગળે લગાવી લીધો હતો.આ વિડિયો ચર્ચામાં આવતાં જ લોકો રવિ દુબેના વર્તનનાં ખૂબ વખાણ કરવા લાગ્યા છે. રિપોર્ટ પ્રમાણે લોકોને ફિલ્મમાં રવિનો પર્ફોર્મન્સ ખૂબ પસંદ આવ્યો છે.