01 November, 2026 11:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જાહ્નવી બની ‘નગીના’ની શ્રીદેવી
જાહ્નવી કપૂરે આ વર્ષના હૅલોવીન નિમિત્તે પોતાની દિવંગત મમ્મી શ્રીદેવીની યાદ તાજી કરી છે. તેણે ૧૯૮૬માં આવેલી ‘નગીના’માં શ્રીદેવીએ અપનાવેલા આઇકૉનિક લુકને રીક્રિએટ કર્યો છે. આ તસવીરોમાં જાહ્નવી મમ્મી શ્રીદેવીના અંદાજમાં જોવા મળી રહી છે જ્યારે ઓરીએ રિશી કપૂરનો લુક અપનાવ્યો છે. પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતાં જાહ્નવીએ આ તસવીરો શૅર કરીને લખ્યું હતું કે ‘હૅપી હેલોવીન. અત્યાર સુધીનાં સૌથી આઇકૉનિક ફિલ્મી દૃશ્યોમાંથી એકને ફરીથી રજૂ કરવું જ હતું. હેલોવીન હવે તમારા મનપસંદ પાત્રનો વેશ ધારણ કરવા વિશે બની ગયું છે. કેટલીક વાર એ ડરામણું હોય છે, કેટલીક વાર રમૂજી હોય છે અને કેટલીક વાર કોઈને સમર્પિત શ્રદ્ધાંજલિ હોય છે. મમ્મા, રિશી અંકલ અને અમરીશ સર કરતાં વધુ આઇકૉનિક બીજું કોણ હોઈ શકે?’