બબિલ ખાને કર્યો રૅમ્પ-ડેબ્યુ

18 October, 2022 04:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બબિલ તેની ફિલ્મ ‘કાલા’ દ્વારા ડેબ્યુ કરી રહ્યો છે.

બબિલ ખાન

બબિલ ખાને કર્યો રૅમ્પ-ડેબ્યુ

ઇરફાનના દીકરા બબિલ ખાને રૅમ્પ-ડેબ્યુ કર્યો છે. બબિલ તેની ફિલ્મ ‘કાલા’ દ્વારા ડેબ્યુ કરી રહ્યો છે. જોકે એ પહેલાં તે ડિઝાઇનર પવન સચદેવા માટે શો-સ્ટૉપર બન્યો છે. બબિલે લૅક્મે ફૅશન-વીકમાં ‘ધ પીપલ ઑફ ટુમૉરો’ ક્લેક્શન માટે રૅમ્પ-વૉક કર્યું હતું. આ વિશે વાત કરતાં બબિલ ખાને કહ્યું હતું કે ‘એક જાણીતા ડિઝાઇનર માટે શો-સ્ટૉપર બનવું મારા માટે ખૂબ જ મોટી વાત છે. મને તેની સ્ટાઇલ પસંદ છે. હું રૅમ્પ-વૉકને લઈને ઉત્સાહિત હોવાની સાથે થોડો ડરી પણ રહ્યો હતો.’

ફૅશન ઑન પૉઇન્ટ

લૅક્મે ફૅશન-વીકમાં શમિતા શેટ્ટી, સોનાલી બેન્દ્રે અને મૃણાલ ઠાકુરે પણ રૅમ્પ-વૉક કર્યું હતું. તસવીર શાદાબ ખાન

entertainment news bollywood news bollywood gossips bollywood irrfan khan lakme fashion week sonali bendre mrunal thakur shamita shetty