Paisa Ni Vaat: રીલ્સ જોઈને ઇન્વેસ્ટમેન્ટ કરવાથી થાય છે આટલું નુકસાન! સંભાળીને કરજો રોકાણ

06 January, 2025 01:05 PM IST  |  Mumbai | Rachana Joshi

Paisa Ni Vaat: ફાઇનાન્શિયલ કૉચ ખ્યાતિ મશરુ વસાણી આપણને સમજાવે છે કે, સોશ્યલ મીડિયા પરની રીલ્સ ફૉલો કરીને ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં શું ધ્યાન રાખવું જરુરી છે

ફાઇનાન્શિયલ કૉચ ખ્યાતિ મશરુ વસાણી (તસવીર ડિઝાઈન: કિશોર સોસા)

ગુજરાતીમાં સુપ્રસિદ્ધ કહેવત છે કે ‘આજે રોકડા ને ઉધાર કાલે’ જેનો સરળ અર્થ છે ‘રોકડા તે ખરા; ઉધારની વાત નહીં’. જોકે, ઉપભોક્તાવાદને પગલે આ કહેવતનો અર્થ એમ કરીએ કે ‘આજે રોકડા (લોન) ને ઉધાર (ઇએમઆઈ) કાલે’ તો પણ અતિષિયોક્તિ નથી. આવી સ્થિતિમાં યોગ્ય નાણાકીય નિર્ણયો કેવી રીતે લેવા? કઈ બાબતોનું ધ્યાન રાખવું? ઇન્વેસ્ટમેન્ટ ક્યાં, ક્યારે અને કેવી રીતે કરવું? આ બધા જ સવાલોના જવાબ આપવા માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે નવું નજરાણું ‘પૈસાની વાત’ (Paisa Ni Vaat). આ કૉલમમાં આપણે મળીશું ફાઇનાન્શિયલ એક્સપર્ટ્સને અને તેમની પાસેથી જાણીશું ફાઇનનાન્સના કેટલાક મૂળભૂત ફંડા.

‘પૈસાની વાત’માં છેલ્લા બે લેખથી આપણે વાતો કરી રહ્યાં છીએ ફાઇનાન્શિયલ કૉચ ખ્યાતિ મશરુ વસાણી (Khyati Mashru Vasani) સાથે સોશ્યલ મીડિયા (Social Media) પર રીલ્સ જોઈને ઇન્વેસ્ટમેન્ટ કરવા વિષયે. જેના પ્રથમ લેખમાં આપણે વાત કરી હતી કે, આજના યુવાનો સોશ્યલ મીડિયા પર રીલ્સ જોઈને ઇન્વેસ્ટમેન્ટ કરવા તરફ વળ્યા છે ત્યારે તેના પાછળના મુખ્ય કારણો શું છે. ત્યારબાદ બીજા લેખમાં આપણે વાત કરી સોશ્યલ મીડિયા પરની રીલ્સ ફૉલો કરીને ઇન્વેસ્ટમેન્ટ કરવામાં કેટલું જોખમ હોય છે. હવે, આજે આપણે વાત કરીશું,  ઇનવેસ્ટમેન્ટ માટે જ્યારે આપણે સોશ્યલ મીડિયા પરની રીલ્સ ફૉલો કરીએ ત્યારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ વિષય પર.

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની વાતચીતમાં ફાઇનાન્શિયલ કૉચ ખ્યાતિ મશરુ વસાણીએ જણાવ્યું હતું કે, ‘યુવા રોકાણકારો ઇન્વેસ્ટમેન્ટની સલાહ માટે સોશ્યલ મીડિયા રીલ્સ તરફ વળ્યા છે તેના કારણો છે - કનવિન્યન્સ અને તાત્કાલિક એક્સેસિબલ, ઇન્ફ્લ્યુઅન્સર્સની અસર પરંપરાગત શિક્ષણનો અભાવ અને ફીયર ઑફ મિસિંગ આઉટ. આજકાલ યુવાનો રીલ્સ જોઈને ઇન્સ્ટાગ્રામ તરફ તો વળી જાય છે પરંતુ તેમાં જોખમ શું છે અને તેની સાઇડ ઇફેક્ટ્સ શું છે તેનાથી તેઓ અજાણ હોય છે. રીલ્સ જોઈને ઇન્વેસ્ટમેન્ટ કરવામાં કંઈ ખોટું નથી પરંતુ તેની પાછળ જોખમો શું હોય છે તેની જાણ હોવી જરુરી છે. તેમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા કંપની અથવા સંપત્તિ પર સંશોધન ન કરવું, ફન્ડામેન્ટલ્સની અવગણના, ઓવર-ડાઇવર્સિફિકેશન અથવા એકાગ્રતા, જોખમ આકારણીની ઉપેક્ષા વગેરે જોખમ હોય છે.’

હવે આપણે સમજીએ કે, સોશ્યલ મીડિયા પરથી ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલાં કઈ બાબતોનું ધ્યાન રાખવું. ફાઇનાન્શિયલ કૉચ ખ્યાતિ મશરુ વસાણી કહે છે કે, ‘નાણાકીય નિર્ણયો લેવા માટે સોશિયલ મીડિયાના વલણોને નિર્દેશો તરીકે નહીં, આંતરદૃષ્ટિ તરીકે જોવા જોઈએ. સોશ્યલ મીડિયાની રીલ્સ ઇન્વેસ્ટમેન્ટ માટે પ્રારંભિક બિંદુ બની શકે છે પરંતુ તેના પર સંપૂર્ણ આધાર રાખવો યોગ્ય નથી. એ રીલ્સ જોઈને પ્રમાણિત નાણાકીય સલાહકારોની સલાહ લેવી અનિવાર્ય છે. રીલ્સમાં આપેલી માહિતી વિશ્વસનીય સ્ત્રોતો સાથે ક્રોસ-વેરિફાઇ કરવી જરુરી છે. શિસ્તબદ્ધ અને સંશોધન આધારિત રોકાણ અભિગમ વિકસાવવો પણ એટલો જ જરુરી છે. માત્ર રીલ્સનું આંધળું અનુકરણ કરીને ઇન્વેસ્ટમેન્ટ કરશો તો મુશ્કેલીમાં મુકાશો, એટલે થોડું ચેતતા રહેવું જરુરી છે.’

paisa ni vaat exclusive gujarati mid-day foreign direct investment mutual fund investment business news finance news viral videos social media columnists rachana joshi