વિરાટ કોહલી અને ક્રિસ્ટિઆનો રોનાલ્ડોમાં સમાનતા એ છે કે તેઓ તેમની સિદ્ધિથી ખુશ નથી : સુનીલ છેત્રી

08 September, 2025 09:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ખૂબ જ મનોરંજક છે અને આવા લોકોને જાણીને ખૂબ આનંદ થાય છે. ખરાબ દિવસોમાં જ્યારે તમે થોડી સુસ્તી અનુભવો છો ત્યારે તમને કોહલીને જોઈને પ્રેરણા મળે છે.

વિરાટ કોહલી અને ક્રિસ્ટિઆનો રોનાલ્ડો, સુનીલ છેત્રી

ભારતીય ફુટબોલર સુનીલ છેત્રીએ કન્ફર્મ કર્યું છે કે વિરાટ કોહલીએ BCCIની ફિટનેસ-ટેસ્ટ લંડનમાં આપી છે. હાલમાં એક પૉડકાસ્ટમાં ઑલમોસ્ટ સુનીલ છેત્રીએ પોતાના નજીકના મિત્ર અને ક્રિકેટર વિરાટ કોહલી વિશે કહ્યું હતું કે ‘થોડા દિવસો પહેલાં તે (કોહલી) મને તેની એક ફિટનેસ-ટેસ્ટના સ્કોર મોકલી રહ્યો હતો. તે ખૂબ જ મનોરંજક છે અને આવા લોકોને જાણીને ખૂબ આનંદ થાય છે. ખરાબ દિવસોમાં જ્યારે તમે થોડી સુસ્તી અનુભવો છો ત્યારે તમને કોહલીને જોઈને પ્રેરણા મળે છે.’

પોર્ટુગલના ગ્રેટેસ્ટ ફુટબોલર ક્રિસ્ટિઆનો રોનાલ્ડો સાથે કોહલીની સરખામણી કરતાં તેણે વધુમાં કહ્યું કે ‘જ્યારે તમે ટોચ પર હો છો ત્યારે દરેક વ્યક્તિ વિરાટ અથવા રોનાલ્ડો બનવા માગે છે અને આ બન્ને પોતાનું સ્થાન જાળવી રાખે છે એ અદ્ભુત છે. બન્ને વચ્ચે એક સમાનતા એ છે કે તેઓ અત્યાર સુધીની તેમની સિદ્ધિઓથી ખુશ નથી. તેઓ વિચારે છે કે આજે જે કર્યું એ પૂરું થઈ ગયું અને ભૂલી જાઓ. એટલે જ તેઓ વિરાટ અને રોનાલ્ડો છે. તેમણે પોતાના કરીઅરમાં બધું જ જીતી લીધું છે છતાં તેઓ ફરી ઊભા થઈને જે કરી રહ્યા છે એ અવિશ્વસનીય છે.’

Sunil Chhetri virat kohli cristiano ronaldo football cricket news indian cricket team sports news sports board of control for cricket in india