કાટમાળમાં દબાયેલા ફુટબૉલ ખેલાડીને બચાવી લેવાયો

08 February, 2023 01:50 PM IST  |  Ankara | Gujarati Mid-day Correspondent

ટર્કીમાં આવેલા ભૂકંપને કારણે અત્યાર સુધી ૫૦૦૦થી વધુ લોકો માર્યા ગયા છે

ક્રિસ્ટિન અત્સુ

ચેલ્સી અને ન્યુ કૅસલ ફૉર્વર્ડ ટીમના ભૂતપૂર્વ ખેલાડી ક્રિસ્ટિન અત્સુને બિલ્ડિંગ ધરાશાયી થયા બાદ કાટમાળમાંથી બહાર કાઢીને બચાવી લેવાયો છે, એમ ઘાના ફુટબૉલ અસોસિએશને જણાવ્યું હતું. ટર્કીમાં આવેલા ભૂકંપને કારણે અત્યાર સુધી ૫૦૦૦થી વધુ લોકો માર્યા ગયા છે. ઘાના અસોસિએશને જણાવ્યું કે ‘અત્યારે તે ક્યાં છે અને તેની હાલત કેવી છે એ વિશે વધુ માહિતી મળી નથી, પરંતુ હાલમાં તે સારવાર લઈ રહ્યો છે. ૩૧ વર્ષનો ખેલાડી અત્સુ ગયા વર્ષે હટાયસ્પોર ક્લબમાં જોડાયો હતો. આ ક્લબ ભૂકંપના કેન્દ્રની નજીક છે. હટાય પ્રદેશમાં અંદાજે ૧૫૦૦ જેટલાં બિલ્ડિંગ્સ ધરાશાયી થયાં છે.’

sports news sports football turkey syria earthquake chelsea