✕

ક્રિસ્ટીઆનો રોનાલ્ડોએ પ્રથમ બૅલન દ ઑર ઑફ ઑલ ટાઇમ પબ્લિક વોટિંગમાં લીઅનલ મેસીને પાછળ છોડ્યો

30 October, 2026 09:35 AM IST  |  France | Gujarati Mid-day Correspondent

સૌથી વધુ વોટ મેળવનાર ટૉપ ટેનના લિસ્ટમાં આ બન્નેના જ અલગ અલગ અવૉર્ડનો સમાવેશ થયો છે. વોટિંગમાં રોનાલ્ડોના ૨૦૧૭, ૨૦૧૬, ૨૦૧૪, ૨૦૧૩ના અવૉર્ડને અનુક્રમે ત્રીજું, પાંચમું, છઠ્ઠું, આઠમું સ્થાન મળ્યું છે.

ક્રિસ્ટીઆનો રોનાલ્ડો

ફ્રેન્ચ ન્યુઝ-મૅગેઝિન ‘ફ્રાન્સ ફુટબૉલ’ દ્વારા ૧૯૫૬થી આપવામાં આવતા ધ બૅલન દ ઑર અવૉર્ડમાં એક નવો પ્રયોગ કરવામાં આવ્યો હતો. પહેલી વખત BOAT એટલે કે બૅલન દ ઑર ઑફ ઑલ ટાઇમ માટે સૌપ્રથમ જાહેર મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. 

૧થી ૨૭ ઑક્ટોબર સુધી ચાલેલા આ મતદાનમાં દરેક ફુટબૉલ ફૅન એક યુરો આપીને પોતાની પસંદના પ્લેયરને આપવામાં આવેલા અવૉર્ડને વોટ કરી શકતો હતો. આ મતદાનમાં પોર્ટુગલના ક્રિસ્ટીઆનો રોનાલ્ડોને આપવામાં આવેલો ૨૦૦૮નો બૅલન દ ઑર અવૉર્ડ મોખરે રહ્યો હતો. આ લિસ્ટમાં આર્જેન્ટિનાના લીઅનલ મેસીનો ૨૦૧૨નો અવૉર્ડ બીજા સ્થાને રહ્યો હતો.   

રસપ્રદ વાત તો એ છે કે સૌથી વધુ વોટ મેળવનાર ટૉપ ટેનના લિસ્ટમાં આ બન્નેના જ અલગ અલગ અવૉર્ડનો સમાવેશ થયો છે. વોટિંગમાં રોનાલ્ડોના ૨૦૧૭, ૨૦૧૬, ૨૦૧૪, ૨૦૧૩ના અવૉર્ડને અનુક્રમે ત્રીજું, પાંચમું, છઠ્ઠું, આઠમું સ્થાન મળ્યું છે; જ્યારે મેસીના ૨૦૨૩, ૨૦૧૫, ૨૦૧૧ અને ૨૦૦૯ના અવૉર્ડને અનુક્રમે ચોથું, સાતમું, નવમું અને દસમું સ્થાન 
મળ્યું છે. 

cristiano ronaldo lionel messi france sports news sports football