જસપ્રીત બુમરાહનો રેકૉર્ડ તોડ્યો વરુણ ચક્રવર્તીએ, T20માં હાંસલ કરી આ સિદ્ધિ

18 December, 2025 10:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

T20માં સૌથી વધુ રેટિંગ-પૉઇન્ટ મેળવનાર ભારતીય બોલર બની ગયો

જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી

ગઈ કાલે જાહેર થયેલા ICC રૅન્કિંગમાં વરુણ ચક્રવર્તીએ કરીઅર-બેસ્ટ ૮૧૮ રેટિંગ-પૉઇન્ટ સાથે T20ના નંબર વન બોલર તરીકેનું તેનું સ્થાન મજબૂત કર્યું હતું. આ સાથે તે T20માં સૌથી વધુ રેટિંગ મેળવનાર ભારતીય બોલર બની ગયો છે. અત્યાર સુધી ૭૮૩ રેટિંગ-પૉઇન્ટનો રેકૉર્ડ જસપ્રીત બુમરાહના નામે હતો જે તેણે ફેબ્રુઆરી ૨૦૧૭માં હાંસલ કર્યો હતો. આ મામલે ઓવરઑલ રેકૉર્ડ ૮૬૫ પૉઇન્ટનો છે જે ભૂતપૂર્વ પાકિસ્તાની પેસર ઉમર ગુલના નામે છે.

હાલ ચાલી રહેલી સાઉથ આ‌ફ્રિકા સામેની સિરીઝમાં ત્રણેય મૅચમાં બે-બે વિકેટ મેળવીને સૌથી વધુ ૬ વિકેટ તેણે ઝડપી છે. આ સાથે હવે તે બીજા સ્થાનના બોલર ન્યુ ઝીલૅન્ડના જૅકબ ડફીથી ૧૧૯ પૉઇન્ટની લીડ લઈ લીધી છે.

jasprit bumrah varun chakaravarthy indian cricket team team india india t20 international t20 cricket news sports sports news