ભાઈને કે કહેવાતા બૉયફ્રેન્ડને, કોને સપોર્ટ કરવા લખનઉ પહોંચી છે સારા તેન્ડુલકર?

12 April, 2026 10:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગુજરાત ટાઇટન્સની કમાન શુભમન ગિલ સંભાળી રહ્યો છે જે સારા તેન્ડુલકરનો કહેવાતો બૉયફ્રેન્ડ છે. આ કારણે જ સારા તેન્ડુલકરે જવાબ આપવાનું ટાળ્યું હતું.

સારા તેન્ડુલકર

ભાભી સાનિયા ચંદોક સાથે લખનઉ ઍરપોર્ટ પહોંચેલી સારા તેન્ડુલકરનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર ભારે વાઇરલ થઈ રહ્યો છે. ઍરપોર્ટ પર હાજર એક વ્યક્તિએ વિડિયો શૂટ કરતા સમયે સારા તેન્ડુલકરને પૂછ્યું હતું કે ‘રવિવારની મૅચમાં તું લખનઉને સપોર્ટ કરશે કે ગુજરાતને?’ આ સવાલનો સ્પષ્ટ જવાબ આપવાને બદલે સારા સતત હસતી અને શરમાતી જોવા મળી હતી. સારાનો ભાઈ અને સચિન તેન્ડુલકરનો દીકરો ઑલરાઉન્ડર અર્જુન હાલમાં લખનઉ સુપર જાયન્ટસનો ભાગ છે. જોકે તેને હજી લખનઉ માટે રમવાની તક મળી નથી. ગુજરાત ટાઇટન્સની કમાન શુભમન ગિલ સંભાળી રહ્યો છે જે સારા તેન્ડુલકરનો કહેવાતો બૉયફ્રેન્ડ છે. આ કારણે જ સારા તેન્ડુલકરે જવાબ આપવાનું ટાળ્યું હતું.

IPL 2026 Sara Tendulkar arjun tendulkar gujarat titans shubman gill lucknow super giants cricket news sports news sports