15 February, 2025 11:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રવિચન્દ્રન અશ્વિન
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સ્પિનર રવિચન્દ્રન અશ્વિને ચૅમ્પિયન્સ ટ્રોફી માટે ભારતની વ્યૂહરચના વિશે ચિંતા વ્યક્ત કરી છે. ભારતીય સ્ક્વૉડમાં કુલદીપ યાદવ, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી અને વૉશિંગ્ટન સુંદરના પાંચ સ્પિન બોલિંગના વિકલ્પો છે.
અશ્વિને પોતાની યુટ્યુબ ચૅનલ પર કહ્યું કે ‘મને સમજાતું નથી કે આપણે દુબઈમાં કેટલા સ્પિનરો લઈ જઈ રહ્યા છીએ, પાંચ સ્પિનરો. અને યશસ્વી જાયસવાલને આપણે છોડી દીધો છે. હા, હું સમજું છું કે આપણે એક ટૂર માટે ૩ કે ૪ સ્પિનરો લઈએ છીએ, પણ દુબઈમાં પાંચ સ્પિનરો? મને લાગે છે કે આપણે એક-બે સ્પિનર વધુ લઈ જઈ રહ્યા છીએ. મારો પ્રશ્ન એ છે કે શું તમે દુબઈમાં બૉલ ટર્ન થવાની અપેક્ષા રાખો છો? મને ટીમમાં થોડી અસ્વસ્થતા લાગે છે.’