01 November, 2024 08:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ ઇન્ડિયન્સન
IPL 2024માં મુંબઈ ઇન્ડિયન્સનું પ્રદર્શન હાર્દિક પંડ્યાની કૅપ્ટન્સીમાં ખૂબ ખરાબ રહ્યું હતું. ત્યાર બાદ આગામી સીઝનમાં હાર્દિક પંડ્યા કૅપ્ટનપદ ગુમાવશે અને રોહિત શર્મા જેવા પ્લેયર્સ ટીમ છોડશે એવી ઘણી ચર્ચા થઈ હતી. જોકે ગઈ કાલે પોતાના સ્ટાર પ્લેયર્સને રીટેન કરીને પાંચ વારની ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સે બધી ચર્ચા પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.
મેગા ઑક્શન પહેલાં મુંબઈની ફ્રૅન્ચાઇઝીએ આગામી સીઝન માટે હાર્દિક પંડ્યા (૧૬.૩૫ કરોડ), રોહિત શર્મા (૧૬.૩૦ કરોડ), જસપ્રીત બુમરાહ (૧૮ કરોડ), સૂર્યકુમાર યાદવ (૧૬.૩૫ કરોડ) અને તિલક વર્મા (૮ કરોડ)ને રીટેન કર્યા છે. એણે એક પણ અનકૅપ્ડ પ્લેયરને જાળવી નથી રાખ્યો. ઑક્શન માટે મુંબઈ ઇન્ડિયન્સ પાસે ૧૨૦ કરોડમાંથી ૪૫ કરોડ રૂપિયાનું પર્સ બચ્યું છે.
મુંબઈએ આગામી સીઝન માટે ઈશાન કિશન, અર્જુન તેન્ડુલકર, પીયૂષ ચાવલા અને ટિમ ડેવિડ જેવા ખેલાડીઓને રિલીઝ કર્યા છે. મુંબઈ પાસે હજી એક રિટેન્શન સ્લૉટ ખાલી છે, ઑક્શન દરમ્યાન રાઇટ ટુ મૅચ (RTM) કાર્ડ દ્વારા પોતાના જૂના પ્લેયર્સને ખરીદી શકશે. હાર્દિક પંડ્યા આગામી સીઝનમાં પણ ટીમનું નેતૃત્વ કરશે એટલે કે ફરી પાછો રોહિત શર્મા હાર્દિકની કૅપ્ટન્સી હેઠળ રમતો જોવા મળશે.