16 February, 2025 10:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સચિન તેન્ડુલકર
ઇન્ટરનૅશનલ માસ્ટર્સ લીગની પહેલી સીઝન બાવીસમી ફેબ્રુઆરીથી ૧૬ માર્ચ વચ્ચે ભારતનાં ત્રણ શહેરોમાં રમાવાની છે. ટુર્નામેન્ટની ૬ ટીમો વચ્ચે ૧૮ મૅચ મુંબઈ, વડોદરા અને રાયપુરમાં રમાશે. આ ટુર્નામેન્ટમાં સચિન તેન્ડુલકર, કુમાર સંગકારા, બ્રાયન લારા, શેન વૉટ્સન, જૅક કૅલિસ અને ઇયોન મૉર્ગન જેવા ભૂતપૂર્વ સ્ટાર ક્રિકેટર પોતાના દેશની ટીમની કૅપ્ટન્સી કરશે. તેમની હાજરીથી ૯૦ના દાયકાનાં બાળકો માટે જૂની યાદો તાજી થશે અને નવી પેઢી આ સુપરસ્ટાર ક્રિકેટર્સને નજીકથી રમતા જોઈ શકશે. ઇન્ડિયા માસ્ટર્સ ટીમની કૅપ્ટન્સી સચિન તેન્ડુલકર કરશે. તેની કૅપ્ટન્સીમાં યુવરાજ સિંહ, સુરેશ રૈના, પઠાણ બ્રધર્સ અને અંબાતી રાયુડુ જેવા ભૂતપૂર્વ સ્ટાર ક્રિકેટર્સ પણ રમશે.
સચિન તેન્ડુલકરની ટીમ
ઇન્ડિયા માસ્ટર્સની સ્ક્વૉડ : અંબાતી રાયુડુ, ગુરકીરત સિંહ માન, યુવરાજ સિંહ, સુરેશ રૈના, સચિન તેન્ડુલકર (કૅપ્ટન), યુસુફ પઠાણ, ઇરફાન પઠાણ, સ્ટુઅર્ટ બિન્ની, ધવલ કુલકર્ણી, વિનય કુમાર, શાહબાઝ નદીમ, રાહુલ શર્મા, નમન ઓઝા (વિકેટકીપર), પવન નેગી, અભિમન્યુ મિથુન.