ઇંગ્લૅન્ડ-ભારત વચ્ચેની અંતિમ ટેસ્ટમાં ઊજવાશે ડે ઑફ થૉર્પી

22 July, 2025 09:14 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

૧ ઑગસ્ટે માનસિક સ્વાસ્થ્યથી પીડાતા લોકોને ટેકો આપવા માટેની જાગૃતિ ફેલાવવાની અને ફન્ડ એકત્ર કરવાની ઇવેન્ટ યોજાશે

લંડનમાં ધ ઓવલ સ્ટેડિયમની બહાર ગ્રેહામ થૉર્પનું હેડબૅન્ડ સાથેનું વૉલ-પેઇન્ટિંગ.

ધી ઍન્ડરસન-તેન્ડુલકર ટ્રોફીની અંતિમ મૅચ ૩૧ જુલાઈથી ૪ ઑગસ્ટ દરમ્યાન લંડનના ધ ઓવલ સ્ટેડિયમમાં રમાશે. આ ટેસ્ટ-મૅચ દરમ્યાન ઇંગ્લૅન્ડના દિવંગત ક્રિકેટર ગ્રેહામ થૉર્પની જન્મ અને મૃત્યુની તારીખ આવે છે. સરે ક્રિકેટ ક્લબના આ ક્રિકેટરનો જન્મ ૧૯૬૯ની ૧ ઑગસ્ટે થયો હતો અને ૨૦૨૪માં ૪ ઑગસ્ટે ૫૫ વર્ષની ઉંમરે તેણે આત્મહત્યા કરી હતી.

૧ ઑગસ્ટે માનસિક સ્વાસ્થ્યથી પીડાતા લોકોને ટેકો આપવા માટેની જાગૃતિ ફેલાવવાની અને ફન્ડ એકત્ર કરવાની ઇવેન્ટ યોજાશે. આ ઇવેન્ટને ડે ઑફ થૉર્પી નામ આપવામાં આવ્યું છે.  આ ક્રિકેટરની પત્ની અને દીકરીઓ ડિઝાઇન કરાયેલાં ખાસ હેડબૅન્ડનું વેચાણ પણ ટેસ્ટ-મૅચ દરમ્યાન કરશે. ૧૦૦ ટેસ્ટ અને ૮૨ વન-ડે મૅચ રમનાર ગ્રેહામ થૉર્પ માટે હેડબૅન્ડ ટ્રેડમાર્ક સમાન હતું.

england india test cricket mental health cricket news london sports news sports