✕

નવી રણજી ટ્રોફી સીઝનના પહેલા દિવસે ચંડીગઢ સામે મુંબઈનો સ્કોર ૨૪૯/૫

12 October, 2026 07:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સિદ્ધેશ લાડ અને મુશીર ખાને ફિફ્ટી ફટકારી, યશસ્વી જાયસવાલ ૧૩ બૉલ રમીને ઝીરો પર આઉટ થયો, વહીવટી સંકટને કારણે અરુણાચલે નાગાલૅન્ડ સામેની મૅચ જતી કરી

પ્રતીકાત્મક તસવીર

વહીવટી સંકટને કારણે અરુણાચલે નાગાલૅન્ડ સામેની મૅચ જતી કરી
નવી રણજી ટ્રોફી સીઝનની પહેલી ૧૯ મૅચમાંથી એક મૅચ શરૂ થઈ નહોતી. અરુણાચલ પ્રદેશે નાગાલૅન્ડ સામેની રણજી ટ્રોફી પ્લેટ ગ્રુપની પોતાની શરૂઆતની મૅચ જતી કરી હતી. નાગાલૅન્ડને વિજેતા જાહેર કરીને ૬ પૉઇન્ટ આપવામાં આવ્યા છે. 
અમદાવાદમાં રવિવારે શરૂ થનારી આ મૅચ પહેલાં રાજ્ય ક્રિકેટ અસોસિએશનમાં વહીવટી સંકટ ઊભું થયું હતું. એનું કારણ બે જૂથો વચ્ચેનો વિવાદ અને ગુવાહાટી હાઈ કોર્ટની ઇટાનગર બેન્ચ સમક્ષ પેન્ડિંગ કેસ છે.
ચાલુ વિવાદને કારણે અસોસિએશન પાસે ટીમની પસંદગી અંગે નિર્ણય લેવા માટે કોઈ સક્રિય સત્તામંડળ ઉપલબ્ધ નથી. અસોસિએશને સપ્ટેમ્બરમાં ચૂંટણી યોજી હતી જેમાં નાબામ વિવેક પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. જોકે ત્યાર બાદ અનેક ડિસ્ટ્રિક્ટ અસોસિએશનોએ ચૂંટણીમાં ગેરરીતિઓનો આરોપ મૂકીને ગુવાહાટી હાઈ કોર્ટનો સંપર્ક કર્યો હતો.

રિન્કુ, સ્મરણ, શિખર સહિત ૧૦ જેટલા બૅટર્સની સદી; મોહમ્મદ શમી, રવીન્દ્ર જાડેજાએ પણ ધ્યાન ખેંચ્યું 

 ગઈ કાલે ૧૮ મૅચોની રમત શરૂ થઈ જેમાંથી ૧૧ મૅચની પહેલી ઇનિંગ્સમાં ૨૦૦ પ્લસ રન બન્યા અને બે મૅચમાં ૩૦૦ કે તેથી વધુ રન થયા. પહેલા દિવસે પાંચ મૅચમાં બીજી ઇનિંગ્સ પણ શરૂ થઈ ગઈ હતી. ૧૦ જેટલા બૅટર્સે ટ્રિપલ ડિજિટનો આંકડો પાર કર્યો હતો. 
 રાજકોટમાં છત્તીસગઢ સામેની પહેલી મૅચમાં સૌરાષ્ટ્રની ટીમે ૯૦ ઓવરમાં ૩૦૮-૪નો સ્કોર કર્યો હતો. ચિરાગ જાનીએ ૧૪૮ બૉલમાં ૮૩ રન, પ્રેરક માંકડે ૧૧૨ બૉલમાં અણનમ ૯૨ રન અને રવીન્દ્ર જાડેજાએ ૧૫૪ બૉલમાં અણનમ ૭૨ રન કર્યા હતા. 
 બિહાર સામેની મૅચમાં ઉત્તર પ્રદેશે માધવ કૌશિકના ૨૫૨ બૉલમાં અણનમ ૧૨૪ રન અને રિન્કુ સિંહના ૧૬૪ બૉલમાં નૉટઆઉટ ૧૦૯ રનની મદદથી ૮૪ ઓવરમાં ૨૮૭-૩નો સ્કોર કર્યો હતો.
 પશ્ચિમ બંગાળ માટે ફાસ્ટ બોલર્સ મોહમ્મદ શમીએ ૪ વિકેટ, આકાશ દીપે ૨ વિકેટ અને મુકેશ કુમારે ૧ વિકેટ લઈને દિલ્હીને ૭૭.૩ ઓવરમાં ૨૪૦ રને ઑલઆઉટ કરવામાં મદદ કરી હતી. 
 આંધ્ર પ્રદેશ સામે કર્ણાટકે ૮૨.૨ ઓવરમાં ૨૭૪-૧૦નો સ્કોર કર્યો હતો. કૅપ્ટન રવિચન્દ્રન સ્મરણે ૨૧૮ બૉલમાં ૧૨૬ રન જ્યારે ઓપનર કે.એલ. રાહુલે ૧૧ બૉલમાં ૪ રનનું યોગદાન આપ્યું હતું.

ન્યુ ઝીલૅન્ડે પહેલી ત્રણ વન-ડે માટે ૧૪ સભ્યોની અને અંતિમ બે મૅચ માટે ૧૩ સભ્યોની સ્ક્વૉડ જાહેર કરી 

ન્યુ ઝીલૅન્ડ ટૂર પર ભારતીય ટીમ પાંચ T20 મૅચની સિરીઝ પછી પાંચ વન-ડે મૅચની સિરીઝ ૪ નવેમ્બરથી રમશે. આ વન-ડે સિરીઝ માટે ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટ બોર્ડે બે અલગ સ્ક્વૉડની જાહેરાત કરી હતી. 
પહેલી ત્રણ વન-ડે માટે ૧૪ સભ્યો અને અંતિમ બે મૅચ માટે ૧૩ સભ્યોની સ્ક્વૉડ જાહેર કરવામાં આવી હતી. મિચલ સૅન્ટનર બન્ને ટીમોનું નેતૃત્વ કરશે. ચોથી અને પાંચમી વન-ડે માટે ટીમમાં સાત નવા ખેલાડીઓ જોડાશે, કારણ કે પહેલી ત્રણ વન-ડે ટીમનો એક હિસ્સો આગામી ટેસ્ટ-સિરીઝની તૈયારી માટે વેલિંગ્ટન રવાના થશે.
ખભાની ઇન્જરીને કારણે T20 ટીમમાંથી બહાર રહેલા રચિન રવીન્દ્રનો પ્રથમ ત્રણ વન-ડે માટે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. છેલ્લે ૨૦૨૩માં વન-ડે મૅચ રમનાર ફિન ઍલન, લૉકી ફર્ગ્યુસન અને ૧૮ મહિના પહેલાં વન-ડે રમનાર ટિમ સાઇફર્ટ અંતિમ બે વન-ડે મૅચની સ્ક્વૉડનો ભાગ બન્યા છે. 

ranji trophy ranji trophy champions arunachal pradesh nagaland kl rahul new zealand ravichandran ashwin ravindra jadeja saurashtra cricket news sports news sports