માણસે એટલો દારૂ પી લીધો કે પાળેલો બળદ તેને ઘર સુધી દોરી ગયો

08 January, 2025 02:44 PM IST  |  Brasília | Gujarati Mid-day Correspondent

ન્યુ યરની પાર્ટીમાં અનેકોએ પોતાની ક્ષમતા કરતાં વધુ દારૂ પી લીધો હશે, પણ બ્રાઝિલમાં જે એક ઘટના ઘટી એ પરથી તો કહી શકાય કે જો તમારે બેફામ દારૂ પીધા પછી રસ્તે રઝળવું ન હોય તો એક બળદ પાળી લેવો જોઈએ.

માણસે એટલો દારૂ પી લીધો કે પાળેલો બળદ તેને ઘર સુધી લઈ ગયો.

ન્યુ યરની પાર્ટીમાં અનેકોએ પોતાની ક્ષમતા કરતાં વધુ દારૂ પી લીધો હશે, પણ બ્રાઝિલમાં જે એક ઘટના ઘટી એ પરથી તો કહી શકાય કે જો તમારે બેફામ દારૂ પીધા પછી રસ્તે રઝળવું ન હોય તો એક બળદ પાળી લેવો જોઈએ. હા, બળદ જ. @arvindchotia નામના અકાઉન્ટ પરથી એક વિડિયો શૅર થયો છે જેમાં એક માણસ દારૂના નશામાં ચૂર થઈને આમતેમ લડખડાય છે.

જોકે એની પાછળ તેનો પાળેલો બળદ છે જે માણસને પડવા નથી દેતો એટલું જ નહીં, બળદ પોતાના માથાથી એ માણસને ધક્કા મારી-મારીને રોડ ક્રૉસ કરાવે છે અને દોરીને તેને ઘર સુધી ખેંચી લઈ જાય છે. કૅપ્શનમાં લખ્યું છે, ‘આ બ્રાઝિલ છે. માણસ પીને સુધબુધ ખોઈ બેઠો છે, પણ તેનો બળદ પૂરા હોશમાં છે. ઘર સુધી માણસને હેમખેમ લઈ ગયો. જો તમે બળદ નથી પાળતા તો પાળી લો.’

brazil viral videos social media international news news new year happy new year instagram offbeat news world news