મુંબઈમાં મહિને એક લાખ રૂપિયા ભાડું ચૂકવે છે આ યુવતીઓ! વીડિયો જોઈ બધા ચોંકી ગયા

19 March, 2026 05:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે અપાર્ટમેન્ટ પરેલમાં આવેલું છે, જે શહેરના મુખ્ય અને સૌથી મોંઘા વિસ્તારોમાંનું એક માનવામાં આવે છે. તેમની વાતચીત દરમિયાન, બન્ને રહેવાસીઓએ ખુલાસો કર્યો કે તેઓ આ 2BHK અપાર્ટમેન્ટ માટે આશરે રૂ. 1 લાખનું માસિક ભાડું ચૂકવે છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

મુંબઈમાં વધતી જતી મિલકતની કિંમતો અને વધી રહેલા ભાડાના ખર્ચને દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, બે સોફ્ટવેર એન્જિનિય યુવતીઓ તેમ ભાડાના અપાર્ટમેન્ટનો ટુર કરાવતી જોવા મળી રહી છે, અને જ્યારે તે આ ઘરનું ભાડું કહે છે તે સાંભળી બધા ચોંકી જાય છે અને હવે તેની ચર્ચા પણ થઈ રહી છે.

માસિક ભાડું એક લાખ રૂપિયા

વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે અપાર્ટમેન્ટ પરેલમાં આવેલું છે, જે શહેરના મુખ્ય અને સૌથી મોંઘા વિસ્તારોમાંનું એક માનવામાં આવે છે. તેમની વાતચીત દરમિયાન, બન્ને રહેવાસીઓએ ખુલાસો કર્યો કે તેઓ આ 2BHK અપાર્ટમેન્ટ માટે આશરે રૂ. 1 લાખનું માસિક ભાડું ચૂકવે છે, જેમાં મેન્ટેનન્સ ખર્ચનો સમાવેશ થાય છે. આ અપાર્ટમેન્ટ આશરે 700 ચોરસ ફૂટનું છે. તેમાં બે બેડરૂમ, એક લિવિંગ રૂમ અને અન્ય મૂળભૂત સુવિધાઓનો છે. માસ્ટર બેડરૂમમાં થોડી જગ્યા છે, જ્યારે બીજો બેડરૂમ થોડો નાનો છે. બન્ને રૂમમેટ્સે ઉલ્લેખ કર્યો છે કે તેઓ તેમનો મોટાભાગનો સમય લિવિંગ રૂમમાં વિતાવે છે, જ્યાં તેઓ વાતચીત અને કામ સંબંધિત ચર્ચાઓમાં વ્યસ્ત રહે છે. અપાર્ટમેન્ટમાંથી બહાર શું કેવી દૃશ્ય જોવા મળે છે તે પણ આ વીડિયો બતાવવામાં આવ્યું છે. બારીમાંથી, દૂરના આકાશમાં વિમાનો ઉડતા અને લૅન્ડ કરતાં જોઈ શકાય છે. એક યુવતીએ કહ્યું, "તમે અહીંથી ફ્લાઇટ્સનું ટેકઑફ લૅન્ડિંગ જોઈ શકો છો. મને આ જ સૌથી વધુ ગમે છે." તેણે ઉમેર્યું કે આ દૃશ્ય તેને કામ પર લાંબા દિવસ પછી આરામની મળે છે. બન્ને યુવતીઓ 23 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયર છે. તેઓએ જણાવ્યું કે શહેરમાં ઉપલબ્ધ બેસ્ટ કરિયર તકોને કારણે તેઓએ મુંબઈમાં રહેવાનું નક્કી કર્યું. જોકે, તેમણે એ પણ નોંધ્યું કે શહેરમાં લાંબા અંતરને કારણે વ્યક્તિગત સંબંધો જાળવવા પડકારજનક બની શકે છે - ખાસ કરીને જ્યારે જીવનસાથી બાન્દ્રા જેવા અલગ વિસ્તારમાં રહે છે.

સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયાઓ

આ વીડિયોને સોશિયલ મીડિયા યુઝર્સ તરફથી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ મળી છે. ઘણા લોકોએ એ હકીકત પર આશ્ચર્ય વ્યક્ત કર્યું કે યુવતીઓ આટલા નાની ઉંમરે એક લાખનું માસિક ભાડું ચૂકવી રહી છે. એક યુઝરે ટિપ્પણી કરી કે, આ ઉંમરે પણ વ્યક્તિ ખર્ચાઓ પૂરા કરવા માટે ઘરેથી પૈસા લઈ રહી છે, જ્યારે બીજા યુઝરે અનુમાન લગાવ્યું કે આટલું ઊંચું ભાડું ચૂકવવા માટે, તેમનો માસિક પગાર ઓછામાં ઓછો રૂ. ત્રણ લાખ હોવો જોઈએ. તેનાથી વિપરીત, કેટલાક યુઝર્સે વિસ્તાર અને પૂરી પાડવામાં આવતી સુવિધાઓને ધ્યાનમાં રાખીને ભાડું વાજબી માન્યું. ઘણા લોકોએ ધ્યાન દોર્યું કે મધ્ય મુંબઈમાં આવા ભાડા દર સામાન્ય છે. આ વીડિયોએ ફરી એકવાર મુંબઈના રિયલ એસ્ટેટ અને સતત વધતા ભાડા ખર્ચની ચર્ચાને વધુ તીવ્ર બનાવી દીધી છે. ઘણા યુઝર્સ માને છે કે શહેરમાં રહેઠાણનો ખર્ચ સતત વધી રહ્યો છે, જેના કારણે સરેરાશ વ્યક્તિ માટે ઘર ખરીદવું કે ભાડું ચૂકવવું મુશ્કેલ બની રહ્યું છે.

offbeat news viral videos real estate mumbai news parel mumbai social media