31 March, 2025 08:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રેડિટ પર શૅર કરેલી ચેટ
પ્રોફેશનલ કલ્ચરમાં ઑફિસમાં બધાને નામથી બોલાવવાની પ્રથા છે, પણ હજીયે કેટલીક કંપનીઓના બૉસને ‘સર’ કે ‘મૅમ’ સાંભળવાનું વધુ ગમે છે. રેડિટ પર એક મહિલાએ પોતાના ફ્રેન્ડ સાથે ઑફિસમાં થયેલી ઘટના વિશેની ચૅટ સોશ્યલ મીડિયામાં શૅર કરી હતી. એમાં આ મહિલાએ લખ્યું હતું કે આજે મારી ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) સાથે જે થયું એ તમે માનશો નહીં... તેની કંપનીની મહિલા CEOએ ઑર્ડર કર્યો હતો કે ‘હવેથી હું તમને નામથી નહીં બોલાવું’ એ વાક્ય ૧૦૦ વાર લખો. વાત એમ હતી કે મહિલા આ કંપનીમાં લગભગ એક વર્ષથી કામ કરતી હતી અને અત્યાર સુધી તે CEOને નામથી જ બોલાવતી હતી, પણ એક દિવસ અચાનક શું થયું કે બૉસે ફતવો બહાર પાડ્યો કે મને હવે મૅમ કહીને જ સંબોધવાની. આ મહિલાએ ભૂલ કરી તો એ સુધારવા માટે તેને એક વાક્ય ૧૦૦ વાર લખવાનું કહ્યું. પેલી મહિલા કહે છે કે મારે એમ કરવું પડ્યું હતું.