22 November, 2026 10:52 AM IST | Patna | Gujarati Mid-day Correspondent
સસરાને વહુએ તેમને ખભે ઊંચકીને કરાવી યાત્રા
એક વહુનો સસરા પ્રત્યેનો અનોખો સેવાભાવ દર્શાવતો કિસ્સો ભાવુક કરી દે એવો છે. બિહારના છપરા જિલ્લામાં બનેલી આ ઘટના છે. સસરા લાકડીના સહારે પણ ચાલી શકતા ન હોવાથી તેમને બહાર લઈ જવા અને મંદિરે દર્શન કરાવવા માટે દીકરાની વહુ તેમને ખભે ઊંચકી લે છે. વહુઓ હંમેશાં સાસુ-સસરાને પરેશાન કરતી હોય છે એવું દરેક વખતે સાચું નથી હોતું. આ મહિલાને લોકો હવે કળિયુગની શ્રવણકુમાર ગણાવી રહ્યા છે. કોઈક ધાર્મિક યાત્રા દરમ્યાન સસરા-વહુનો વિડિયો બનાવનાર મનીષ સિંહ લખે છે, ‘સંબંધો માત્ર લોહીનાં જ હોય એવું જરૂરી નથી. સંબંધો નિભાવવા માટે જઝ્બો હોવો જોઈએ. એક વહુએ સાબિત કરી દીધું કે માનવતા હજી જીવતી છે.’