04 February, 2025 10:51 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent
અયોધ્યામાં રામલલાને પીળા રંગનાં રેશમી વસ્ત્રો પહેરાવવામાં આવ્યાં
ગઈ કાલે વસંત પંચમી પર અયોધ્યામાં રામલલાને પીળા રંગનાં રેશમી વસ્ત્રો પહેરાવવામાં આવ્યાં હતાં અને ૪૦ દિવસના રંગોત્સવના પ્રારંભ પર ભક્તો દ્વારા રામલલાને રંગ પણ લગાવવામાં આવ્યો હતો. ગઈ કાલે રામલલાનાં દર્શન માટે જનમેદની ઊમટી પડી હતી.
વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં વસંત પંચમીની રંગારંગ ઉજવણી
ગઈ કાલે વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં વસંત પંચમીના દિવસે ૪૦ દિવસના રંગોત્સવનો પ્રારંભ થયો હતો અને એ નિમિત્તે અસંખ્ય ભક્તો દર્શન માટે ઊમટ્યા હતા. રંગોત્સવના પ્રારંભ પર ભક્તોએ ગુલાલ ઉડાડ્યો હતો અને એકમેકને લગાડ્યો પણ હતો.