કરવા ચૌથે થયો અંદાજે ૨૨,૦૦૦ કરોડ રૂપિયાનો વેપાર

21 October, 2024 07:26 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

ગયા વર્ષની સરખામણીમાં ૭૦૦૦ કરોડ રૂપિયાનો વધારો

પ્રતીકાત્મક તસવીર

ભારતીય સંસ્કૃતિમાં સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા તેમના જીવનસાથીના સુખ અને દીર્ઘાયુ માટે ઉપવાસ કરીને ગઈ કાલે કરવા ચૌથના તહેવારની દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી. આ તહેવારમાં મહિલાઓનાં કપડાં, ઝવેરાત, સૌંદર્ય-પ્રસાધનો, ગિફ્ટ-આઇટમો અને પૂજાની આવશ્યક વસ્તુઓની ભારે ખરીદી જોવા મળી હતી. એક અંદાજ પ્રમાણે ગયા વર્ષના ૧૫,૦૦૦ કરોડ રૂપિયાના વેપારની સામે ગઈ કાલે ૨૨,૦૦૦ કરોડ રૂપિયાનો વેપાર થયો હતો. એમાં એકલા દિલ્હીમાં અંદાજે ૪૦૦૦ કરોડ રૂપિયાનો વેપાર થયો હતો.

ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક મૂળ ધરાવતા આ તહેવારમાં બદલાતા સમય સાથે આર્થિક વિકાસ પણ જોવા મળ્યો હતો એમ જણાવતાં દિલ્હીના ચાંદની ચોકના સંસદસભ્ય પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે ‘કરવા ચૌથના તહેવારના દિવસે જોવા મળેલો આર્થિક વિકાસ સરકારની ‘વોકલ ફૉર લોકલ’ ઝુંબેશને અનુરૂપ છે. એમાં સ્થાનિક ઉત્પાદનોના ઉપયોગને પ્રોત્સાહિત કરવામાં આવ્યો હતો. આ તહેવારને કારણે ગઈ કાલે ભારતભરનાં બજારોમાં વેપારમાં ઉછાળો જોવા મળ્યો હતો. આ તહેવારમાં પરંપરાગત ચીજવસ્તુઓ જેવી કે કરવાનાં વાસણો, ચાળણી, દીવા અને વાટની વધુ ડિમાન્ડ રહી હતી. એમાં ચાંદીનાં આધુનિક ઉપકરણોનો પણ સમાવેશ થયો હતો. મેંદી કલાકારો અને બ્યુટી પાર્લરોના બિઝનેસમાં પણ જબરો વિકાસ જોવા મળ્યો છે.’

national news india karva chauth festivals culture news delhi