મમતા વ્યાસને બ્લડ-કૅન્સરના ઇલાજ માટે મદદની જરૂર

29 January, 2025 10:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુલુંડ ચેકનાકામાં રહેતી દરજી સમાજની ૩૧ વર્ષની મમતા અલ્પેશ વ્યાસને બ્લડ-કૅન્સર થયું છે. તેની સારવાર અત્યારે નવી મુંબઈના ખારઘરમાં આવેલી તાતા મેમોરિયલ હૉસ્પિટલમાં ચાલી રહી છે.

ખારઘરની તાતા મેમોરિયલ હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલી મમતા વ્યાસ.

મુલુંડ ચેકનાકામાં રહેતી દરજી સમાજની ૩૧ વર્ષની મમતા અલ્પેશ વ્યાસને બ્લડ-કૅન્સર થયું છે. તેની સારવાર અત્યારે નવી મુંબઈના ખારઘરમાં આવેલી તાતા મેમોરિયલ હૉસ્પિટલમાં ચાલી રહી છે. આ સારવાર માટેનો ખર્ચ અંદાજે છ લાખ રૂપિયા આવે એમ છે. મમતા વ્યાસનો પરિવાર આ સારવારનો ખર્ચ ભોગવી શકે એમ ન હોવાથી તેમને મમતાની સારવાર માટે તાત્કાલિક છ લાખ રૂપિયાની આર્થિક સહાયની જરૂર છે.

આ બાબતની માહિતી આપતાં મમતાના કાકા જયંતી ચાવડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મમતાને અઠવાડિયા પહેલાં તાવની ફરિયાદને કારણે થાણેની એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં અમે ઍડ્મિટ કરી હતી, જેમાં તેની વિવિધ ટેસ્ટ દરમ્યાન તેને બ્લડ-કૅન્સર હોવાનું માલૂમ પડ્યું હતું. તરત જ અમે તેને નવી મુંબઈની તાતા મેમોરિયલ હૉસ્પિટલમાં ઍડ્‍મિટ કરી હતી. ત્યાંના ડૉકટરોએ તેની સારવાર માટે છ લાખ રૂપિયાનો ખર્ચ કહીને બે લાખ રૂપિયા જમા કરવાનું કહ્યું હતું. મમતાનો પતિ હીરાબજારમાં હીરા ઘસવાનું કામ કરે છે. તેમને દસ વર્ષનો એક દીકરો છે. અમે ગમે એમ કરીને બે લાખ રૂપિયા જમા કરીને હૉસ્પિટલમાં ભરીને સારવાર શરૂ કરાવી દીધી છે, પરંતુ આગળની સારવાર માટે મમતાના પરિવાર પાસે છ લાખ રૂપિયા જમા કરવા શક્ય નથી. આથી અમે સખાવત સંસ્થાઓને અને દાતાઓને અપીલ કરીએ છીએ કે અમે મમતાની સારવાર સારી રીતે કરી શકીએ એના માટે છ લાખ રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવે. વધુ માહિતી માટે દાતાઓ અને સંસ્થાઓ અલ્પેશ વ્યાસનો 7397985159 નંબર પર અને જયંતી ચાવડાનો 90047 75517 નંબર પર સંપર્ક કરી શકે છે.

દાતાઓ તેમની આર્થિક સહાય હૉસ્પિટલના બૅન્ક-અકાઉન્ટમાં જમા કરાવી શકે છે

Acount name: Tata Memorial Centre -ACTREC

BANK NAME: CENTRAL BANK OF INDIA 

BRANCH: KHARGHAR 

ACOUNT NUMBER: 1797305746

IFC CODE:CBIN0284047 (FIFTH CHARACTER IS ZERO)

હૉસ્પિટલમાં આર્થિક સહાય મોકલનારા દાતાઓ અને સંસ્થાઓને વિનંતી છે કે તેઓ જે રકમ મોકલે એનો સ્ક્રીન-શૉટ જયંતી ઘેલાભાઈ ચાવડાના મોબાઇલ નંબર +91 90047 75517 પર મોકલી આપે.

mulund cancer tata memorial hospital news mumbai mumbai news