ફાયર-બ્રિગેડનાં બે સ્ટેશન કોસ્ટલ રોડમાં બનાવવામાં આવશે

03 January, 2025 12:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોસ્ટલ રોડમાં ફાયર-બ્રિગેડનાં બે કેન્દ્ર બનાવવા માટે જગ્યાનું સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મરીન ડ્રાઇવથી બાંદરા-વરલી સી-લિન્ક સુધીનો કોસ્ટલ રોડ શરૂ થઈ જવાથી મુંબઈગરાઓને ઝડપથી પ્રવાસ કરવાનો ફાયદો મળી રહ્યો છે. જોકે આ કોસ્ટલ રોડ પર આગ લાગવાની કોઈ ઘટના બને તો એને પહોંચી વળવા માટે અત્યારે કોઈ સુવિધા નથી એટલે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ કોસ્ટલ રોડમાં બે અત્યાધુનિક ફાયર-બ્રિગેડ કેન્દ્ર ઊભાં કરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું હતું. આ બે ફાયર-બ્રિગેડ કેન્દ્રનો ફાયદો કોસ્ટલ રોડમાં આગ લાગવાની ઘટનામાં તો ઉપયોગી થશે જ, સાથે-સાથે આસપાસના વિસ્તારમાં પણ ફાયર-બ્રિગેડનાં વાહનો ઝડપથી પહોંચી શકશે.

BMCના ઍડિશનલ કમિશનર અમિત સૈનીના કહેવા મુજબ કોસ્ટલ રોડમાં ફાયર-બ્રિગેડનાં બે કેન્દ્ર બનાવવા માટે જગ્યાનું સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ કેન્દ્ર ઊભાં કરવા માટે કોર્ટમાં પણ આ સંબંધી અહેવાલ રજૂ કરીને મંજૂરી મેળવવામાં આવશે.

mumbai news mumbai mumbai fire brigade fire incident Mumbai Coastal Road brihanmumbai municipal corporation