તુલસી જળાશય છલકાઈ ગયું

21 July, 2024 08:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તુલસીની કૅપેસિટી ૮૦૪૬ મિલ્યન લીટર છે. એમાંથી રોજ ૧૮ મિલ્યન લીટર પાણી મુંબઈગરાના વપરાશ માટે છોડવામાં આવે  છે.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈને પાણી પૂરું પાડતાં જળાશયોમાંનું સૌથી નાનું સંજય ગાંધી નૅશનલ પાર્કની પાછળ આવેલું તુલસી જળાશય ગઈ કાલે સવારે ૮.૩૦ વાગ્યે ઓવરફ્લો થઈ ગયું હતું. ગયા વર્ષે ૨૦ જુલાઈએ રાતે ૧.૨૮ વાગ્યે એ ઓવરફ્લો થયું હતું. આમ ગયા વર્ષનું આ વર્ષે પુનરાવર્તન થયું છે. તુલસીની કૅપેસિટી ૮૦૪૬ મિલ્યન લીટર છે. એમાંથી રોજ ૧૮ મિલ્યન લીટર પાણી મુંબઈગરાના વપરાશ માટે છોડવામાં આવે છે. આ કૃ​​​ત્રિમ જળાશય ૧૮૭૯માં બાંધવામાં આવ્યું હતું. એ માટે એ સમયે ૪૦ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. તુલસી જળાશયનો ઉપરવાસ ૬.૭૬ કિલોમીટરનો છે. તુલસી ઓવરફ્લો થાય એટલે એનું પાણી ત્યાર બાદ આગળ વધીને વિહાર જળાશયમાં ઠલવાય છે.  

mumbai news mumbai monsoon news mumbai monsoon mumbai water levels