Thane Accident: ભીષણ અકસ્માત! એકની પાછળ એક વાહનો ભટકાયાં- ઘોડબંદર રૉડ પર ટ્રાફિક જૅમ

09 January, 2026 12:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Thane Accident: આ ઍક્સિડન્ટ મેઇન હાઇવે રૉડ પર જ થયો હોઇ ટ્રાફિક જૅમ સર્જાયો હતો. આજે સવારે સાત વાગ્યાની આસપાસ નૅશનલ હાઇવે-૪૮ પર થયેલા આ ઍક્સિડન્ટમાં અનેક વાહનોનો કચ્ચરઘાણ થઈ ગયો હતો.

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

આજે વહેલી સવારે થાણેના ગાયમુખ ઘાટ પાસે મૅજર ઍક્સિડન્ટ (Thane Accident) થયો હતો. આ ઍક્સિડન્ટ મેઇન હાઇવે રૉડ પર જ થયો હોઇ ટ્રાફિક જૅમ સર્જાયો હતો. આજે સવારે સાત વાગ્યાની આસપાસ નૅશનલ હાઇવે-૪૮ પર થયેલા આ ઍક્સિડન્ટમાં અનેક વાહનોનો કચ્ચરઘાણ થઈ ગયો હતો.

ઍક્સિડન્ટની ભયાવહતા (Thane Accident) વિશે વાત કરતાં મુસાફરો કહી રહ્યા છે કે અનેક વેહિકલ્સને નુકસાન થયું છે. ટ્રાફિક પોલીસ હાલમાં અહીંના ટ્રાફિકને પુર્વવત કરી રહ્યા છે. પ્રાદેશિક આપત્તિ વ્યવસ્થાપન સેલ (આર. ડી. એમ. સી.) અને ફાયર બ્રિગેડ સહિત ઇમરજન્સી સેવાઓની ટીમો બચાવ કામગીરી હાથ ધરવા માટે ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે.

ટર્નિંગ પોઈન્ટ પર ભટકાયાં વાહનો

ગાયમુખ ઘાટ પાસે એક ટર્નિંગ પોઈન્ટ પર આ ઍક્સિડન્ટ (Thane Accident) થયો હતો. અચાનકથી વાહનો એકબીજા સાથે અથડાયા હતા. પાંચથી છ વાહનો એકમેકની સાથે ભટકાયા હતા. આ બધા જ વાહનોની ટક્કરને કારણે નુકસાન થયું હતું. આ ઘટનાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે તેમાં જોઈએ શકાય છે કે ઘણીબધી કાર ડૂચો વળી ગઈ છે.

ટ્રાફિક જૅમ સર્જાયો

ઍક્સિડન્ટ (Thane Accident)ને કારણે ઘોડબંદર રોડ પર ટ્રાફિક જૅમ થયો છે. આ માર્ગેથી પસાર થનાર અનેક વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. રિપોર્ટ્સ અનુસાર થાણેથી મીરા રોડ તરફના ટ્રાફિકને અસર પહોંચી છે. ગુજરાત તરફના રૉડ પર પણ અસર જોવા મળી છે. આ ઍક્સિડન્ટ એવા સમયે થયો છે જ્યારે રૉડ પર વધારે અવરજવર રહે છે માટે જ મુશ્કેલી વધી ગઈ છે. ખાસ કરીને થાણે, વેસ્ટર્ન સબર્બ્સ અને ગુજરાતમાં અવરજવર કરતાં વાહનોને સમસ્યા થઈ છે. વાહનોના નુકસાન સિવાયનું કોઈ અન્ય નુકસાન નોંધાયું નથી. કોઈ જાનહાનિ થઈ નથી. કેટલાક મુસાફરોને નાની-મોટી ઈજાઓ થઈ છે જેથી તેમને નજીકની હોસ્પિટલોમાં લઈ જવાયા છે. પણ ચિંતાનો કોઈ વિષય નથી.

કયા કારણેથી થયો આ ઍક્સિડન્ટ?

ઍક્સિડન્ટ (Thane Accident)નું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પ્રારંભિક સંકેતો સૂચવે છે કે ટર્નિંગ પોઈન્ટ પર ઓછી વિઝિબિલિટીને કારણે આ અથડામણ થઈ હોઇ શકે. ખરેખર આ ઍક્સિડન્ટ કઇ રીતે થયો તેની તપાસ ચાલી રહી છે.

આ બાજુ ટ્રાવેલ કરવાના હોવ તો...

મુસાફરોને વધુ અપડેટ્સ જારી ન થાય ત્યાં સુધી ગાયમુખ ઘાટ તરફની મુસાફરી ટાળવા અથવા હાલ પૂરતી મુલતવી રાખવાની સલાહ આપવામાં આવી છે, કારણ કે આ વિસ્તારમાં ટ્રાફિક જૅમની (Thane Accident) સમસ્યા સૉલ્વ થવામાં વાર લાગી શકે છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

mumbai news mumbai thane road accident fire incident thane municipal corporation mumbai police mumbai traffic mumbai traffic police ghodbunder road