થાણે: ભિવંડીમાં જૂની બિલ્ડિંગે લીધો બેનો જીવ, પાંચ લોકો ઇજાગ્રસ્ત

03 September, 2023 12:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Thane: શનિવારે જ મધરાતે ભીવંડીમાં એક જૂની બે માળની ઈમારતનો પાછળનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો. આ અકસ્માતમાં બે લોકોના કમનસીબે મોત થયા છે.

ફાઈલ તસવીર

મુંબઈ અને થાણેમાં સતત જૂની ઈમારતોની સમસ્યા ગંભીર બની રહી છે. વર્ષોથી ઊભેલી ઇમારતો ક્યારે ધરાશાયી થાય અને લોકોના જીવ લઈ તેણી ખબર પણ પડતી નથી. આવી અનેક દુર્ઘટના સામે આવતી હોય છે. શનિવારે જ મધરાતે થાણેના ભીવંડીમાં એક જૂની બે માળની ઈમારતનો એક ભાગ ધરાશાયી (Building Collapse in Bhiwandi) થઈ ગયો હતો.

મળતી માહિતી અનુસાર લગભગ મોડી રાત્રે 12:35 બિલ્ડિંગ ધરાશાયી (Building Collapse in Bhiwandi) થઈ ગઈ હતી. જેમાં સાત લોકો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. થાણે ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના કર્મચારીઓ સહિત ભિવંડી ફાયર બ્રિગેડના કર્મચારીઓ ત્રણ ફાયર વાહનો સાથે પહોંચી ગયા હતા. ભિવંડી ફાયર બ્રિગેડના જવાનોની આગેવાનીમાં રેસ્ક્યુ ઓપરેશનમાં ફસાયેલા તમામ લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઓપરેશન લગભગ વહેલી સવારે 3:30 વાગ્યે પૂર્ણ કરવામાં આવ્યું હતું. 

આ અકસ્માતમાં બે લોકોના કમનસીબે મોત થયા છે. ભિવંડી ફાયર બ્રિગેડે ધસી પડેલા કાટમાળ નીચેથી પાંચ લોકોને બહાર કાઢ્યા હતા. રેસ્ક્યૂ કરવામાં આવેલા પાંચ વ્યક્તિઓમાંથી એકની હાલત ખૂબ જ ગંભીર છે.

થાણે શહેરના ગૌરીપાડા ધોબી તળાવની સાહિલ હોટલ વિસ્તારમાં આવેલી અબ્દુલ બારી જનાબ બિલ્ડીંગ 40 વર્ષથી પણ વધુ જુની છે. ઉપરાંત આ જૂની બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર પર લૂમ ફેક્ટરી ચાલે છે. ઉપરના બે માળ પર લોકો રહે છે. અચાનક મોડી રાત્રે આ બિલ્ડિંગનો પાછળનો સ્લેબ ધરાશાયી (Building Collapse in Bhiwandi) થઈ ગયો હતો. 
આ દુર્ઘટનામાં પહેલા માળે રહેતાં લોકો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. 

દુર્ઘટના થતાં જ ભિવંડી ફાયર બ્રિગેડના કર્મચારીઓ ત્યાં પહોંચ્યા હતા. અને તેઓએ કાટમાળ (Building Collapse in Bhiwandi) નીચેથી સાત લોકોને બહાર કાઢ્યા ગત. જેમાંથી 8 મહિનાની તસ્નીમ કૌસર મોમિન અને 40 વર્ષની ઉઝમા અબ્દુલ લતીફ મોમિનનું મોત નીપજ્યું છે. અબ્દુલ લતીફ મોમીન (ઉંમર 65 વર્ષ), ફરઝાન લતીફ મોમીન (ઉંમર 50 વર્ષ), બુશરા આતિફ મોમીન (ઉંમર 32 વર્ષ), આદિમા લતીફ મોમીન (ઉંમર 7 વર્ષ), ઉરુસા આતિફ મોમીન (ઉંમર 3 વર્ષ) ગંભીર રીતે ઘાયલ થયા હતા. 

આ તમામ ઈજાગ્રસ્તોને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.ઘાયલોમાં મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં અબ્દુલ લતીફ મોમીનની હાલત ગંભીર છે અને બે નાની બાળકીઓ આદિમા લતીફ મોમીન અને ઉરુસા આતિફ મોમીનને થોડી ઈજા થઈ છે.

પીડિતોની ઓળખની આ રીતે પુષ્ટિ કરવામાં આવી હતી. ઉપરાંત થાણે ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને ભિવંડી ફાયર બ્રિગેડના કર્મચારીઓ દ્વારા મોટા પાયા પર બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનર (Thane Municipal Corporation)અજય વૈદ્ય મોડી રાત્રે ઘટના સ્થળે પહોંચ્યા હતા.તેમણે ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને હોસ્પિટલમાં જઈને ઈજાગ્રસ્તોની પણ પૂછપરછ કરી હતી.

thane thane municipal corporation mumbai news mumbai bhiwandi dhobi ghat