કલ્યાણ રેલવે-સ્ટેશન પરની હિંસાના કેસમાં રાજ ઠાકરે દોષમુક્ત

22 May, 2026 07:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૦૮ની ઘટનામાં પુરાવાના અભાવે થાણે કોર્ટે નિર્દોષ મુક્ત કરવાનો આદેશ આપ્યો

ગઈ કાલે થાણે સેશન્સ કોર્ટની બહાર રાજ ઠાકરે.

૨૦૦૮ની ૧૯ ઑક્ટોબરે રેલવે ભરતીની પરીક્ષા દરમ્યાન કલ્યાણ રેલવે-સ્ટેશને થયેલી હિંસાના કેસમાં થાણેની સેશન્સ કોર્ટે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરેને ​નિર્દોષ જાહેર કર્યા હતા. પુરાવાના અભાવે તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.

ઘટના વખતે ખાસ કરીને પરપ્રાંતીય ઉમેદવારો પર કલ્યાણ સ્ટેશને હુમલો થયો હતો. જોકે રાજ ઠાકરે એ વખતે ઘટનાસ્થળે હાજર હોવાનો ઉલ્લેખ ચાર્જશીટમાં નથી કે પછી કોઈ સાક્ષીદારે પણ મૌખિક રીતે રાજ ઠાકરે ઘટનાસ્થળે હાજર હોવાના પુરાવા નથી આપ્યા એવી દલીલ બચાવ પક્ષે કરી હતી. આ કેસમાં રાજ ઠાકરે ઉપરાંત અન્ય ૭ આરોપીઓને પણ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. જોકે બે આરોપીઓ ટ્રાયલ દરમ્યાન મૃત્યુ પામ્યા છે. 

mumbai news mumbai raj thackeray kalyan maharashtra navnirman sena