Pune Road Accident: પૂણેમાં ભયંકર રોડ એક્સિડન્ટ- પૂરપાટ વાહને 9 લોકોને કચડ્યાં- 3નાં મોત

23 December, 2024 08:38 AM IST  |  Pune | Gujarati Mid-day Online Correspondent

Pune Road Accident: મજૂરો રવિવારે મધરાતે અમરાવતીથી વાઘોલી કામ માટે આવ્યા હતા. મોડી રાત થવાને કારણે ૧૨ મજૂર ફૂટપાથ પર સૂઈ ગયા હતા

પ્રતીકાત્મક તસવીર

પુણેમાંથી ખૂબ જ ભયંકર રોડ એક્સિડન્ટ (Pune Road Accident) સામે આવ્યો છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર આ અકસ્માતમાં પુરપાટ આવી રહેલા એક ડમ્પરે ફૂટપાથ પર સૂઈ રહેલા કુલ ૯ લોકોને કચડી માર્યા હતા. 

જે લોકોના મોત થયા છે તે મજૂર હતા. આ મજૂરો રવિવારે મધરાતે અમરાવતીથી વાઘોલી કામ માટે આવ્યા હતા. મોડી રાત થવાને કારણે ૧૨ મજૂર ફૂટપાથ પર સૂઈ ગયા હતા. અને આ એક્સિડન્ટમાં મરેલા ત્રણ લોકો ફૂટપાથની બાજુમાં આવેલા કામચલાઉ ઝૂંપડાંમાં રહેતા હતા.

ડમ્પર નં. MH 12 VF 0437ના ચાલકે દારૂ પીધો હતો. નશાની હાલતમાં હોઇ તેણે વાહન પરનું નિયંત્રણ ગુમાવ્યું હોવાની જાણ પ્રાથમિક તપાસમાં આવી છે. દારૂ પીને ફૂટપાથ પર સૂતેલા લોકો પર ડમ્પર ફરી વળતાં તેઓના રામ રમી ગયા હતા. આરોપી ડમ્પર ચાલકનું નામ ગજાનન શંકર તોત્રે, તરીકે સામે આવ્યું છે જેને નાંદેડથી ઝડપી લેવામાં આવ્યો છે. 

ત્રણ લોકોએ ઘટનાસ્થળે જ દમ તોડ્યો 

તામને જણાવી દઈએ કે પૂણેમાં થયેલ રોડ એક્સિડન્ટ (Pune Road Accident) એટલો તો ભયંકર હતો કે ફૂટપાથ પર સૂઈ રહેલા ત્રણ લોકો તો કચડાઈ જવાથી ત્યાં જ મરી ગયા હતા. આ સાથે જ નવ લોકોને ડમ્પર ચાલકે કચડી નાખ્યા હતા.

ક્યાં બની છે આ ક્રૂર ઘટના?

તમને જણાવી દઈએ કે આ ભયંકર અકસ્માત (Pune Road Accident)ની ઘટના વાઘોલી કેસનંદ ફાટા પાસે બની છે. મોડી રાત્રે લગભગ 12:00થી 1:00 વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનામાં ડમ્પર ચાલક નશામાં ધૂત હોવાનું જાણવા મળ્યું છે. આ ડમ્પર ચાલકે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર ઘાયલોમાં છની હાલત ગંભીર છે તે તમામ લોકોની અત્યારે સારવાર ચાલી રહી છે.

૧૨ લોકો સૂતા હતા, ત્રણ મોતને ભેટ્યા 

આ રોડ એક્સિડન્ટમાં ફૂટપાથ પર કુલ 12 લોકો સૂતા હતા. બાકીના થોડાક લોકો લોકો ફૂટપાથની બાજુમાં આવેલા ઝૂંપડામાં સૂઈ રહ્યા હતા ત્યારે અચાનક ધસી આવેલ વાહને ત્રણ લોકોને મોતને ઘાટ ઉતારી નાખ્યા હતા. 

પ્રાથમિક માહિતી અનુસાર વૈભવ રિતેશ પવાર (ઉંમર 1 વર્ષ), વૈભવ રિતેશ પવાર (ઉંમર 2 વર્ષ), રીનેશ નિતેશ પવાર (ઉંમર 3 વર્ષ) આ ત્રણેયને ખૂબ જ ગંભીર ઇજાઓ થઈ હોઈ તેઓની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો છે 

તમને જણાવી દઈએ કે આરોપીને નાંદેડ જઈને પકડી પાડવામાં આવ્યો છે. આ આરોપી વિરુદ્ધ અપરાધપૂર્ણ હત્યાનો કેસ (Pune Road Accident) નોંધવામાં આવ્યો છે અને તબીબી તપાસ બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. અત્યારે પોલીસ અધિકારીઓ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે

mumbai news mumbai pune news pune road accident Crime News nanded amravati