29 November, 2024 11:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુપ્રીમ કોર્ટની ફાઇલ તસવીર
મુંબઈના બળાત્કારના એક મામલામાં સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. નવી મુંબઈના ખારઘરમાં રહેતા મહેશ દામુ ખરે સામે એક મહિલાએ સાત વર્ષ પહેલાં બળાત્કાર કરવાની ફરિયાદ સ્થાનિક પોલીસ-સ્ટેશનમાં નોંધાવી હતી. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બી. વી. નાગરત્ના અને જસ્ટિસ એન. કોટિસ્વર સિંહની ખંડપીઠ સમક્ષ આ મામલાની સુનાવણી હાથ ધરવામાં આવી ત્યારે ખંડપીઠે કહ્યું હતું કે ‘મહિલા સંમતિથી શારીરિક સંબંધ બાંધ્યા બાદ બળાત્કારની ફરિયાદ ન કરી શકે. પોતાનું શારીરિક શોષણ કરવામાં આવ્યું હોવાનું લાગે ત્યારે મહિલાએ તરત જ પોલીસ-સ્ટેશનમાં જઈને ફરિયાદ કરવી જોઈએ. વર્ષો સુધી સાથે રહ્યા પછી જ્યારે એકબીજાના સંબંધ સારા ન રહે ત્યારે બળાત્કારની ફરિયાદ ન થઈ શકે. મહિલાએ લાંબા સમય સુધી સંમતિથી શારીરિક સંબંધ બાંધ્યા બાદ બળાત્કાર થયો હોવાની ફરિયાદ નોંધાવી છે જે અયોગ્ય છે. આવી ઘટના ચિંતાજનક છે.’ આટલું કહીને સુપ્રીમ કોર્ટે ખારઘરના મહેશ ખરે સામેની ફરિયાદ રદ કરવાનો નિર્દેશ પોલીસને આપ્યો હતો અને મહિલાની અરજી ફગાવી દીધી હતી.