દાદરમાં પારસી સંસ્કૃતિ અને અસ્મિતાને ઉજાગર કરતા ત્રિદિવસીય પ્રદર્શન અને આનંદ ઉત્સવનું આયોજન

11 April, 2025 10:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફ્રોહર ફાઉન્ડેશન પારસીઓ અને બિનપારસીઓ સુધી ઝોરાસ્ટ્રિયન ધર્મની વાત પહોંચાડવાના હેતુથી છેલ્લાં ૧૨ વર્ષથી આવાં પ્રદર્શન યોજી રહ્યું છે

પ્રતીકાત્મક તસવીર

ફ્રોહર ફાઉન્ડેશન દ્વારા ધ ઝોરાસ્ટ્રિયન સાગાના સહયોગથી શુક્રવારે ૧૧ એપ્રિલથી રવિવારે ૧૩ અેપ્રિલ સુધી દાદર (ઈસ્ટ)માં મંચેરજી જોષી રોડ, પારસી કૉલોની, ફાઇવ ગાર્ડન્સની નજીક આવેલા પાલમકોટ હૉલમાં પારસી ઝોરાસ્ટ્રિયન સમુદાયનું અલૌકિક પ્રદર્શન અને આનંદ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ફ્રોહર ફાઉન્ડેશન પારસીઓ અને બિનપારસીઓ સુધી ઝોરાસ્ટ્રિયન ધર્મની વાત પહોંચાડવાના હેતુથી છેલ્લાં ૧૨ વર્ષથી આવાં પ્રદર્શન યોજી રહ્યું છે. આ વર્ષના પ્રદર્શનમાં પારસી સંસ્કૃતિના ઇતિહાસની ઝાંકી દેખાડવામાં આવી છે. એમાં શાહ લોહરેસ્પ, ઝરજુસ્ટ્રા અને તેમના અનુયાયીઓ, ઈરાની વંશજ, રાજા સાયરસ, રાજા દરિયુસ અને પારસી રીતરિવાજોની વાર્તા થ્રી-ડી મૉડલ અને માહિતી સાથે મૂકવામાં આવ્યાં છે. દરરોજ સાંજે સાંસ્કૃતિક અને મનોરંજન કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જાહેર જનતા આ પ્રદર્શનની મુલાકાત ત્રણેય દિવસ સવારે ૧૧થી રાતના ૮.૩૦ વાગ્યા દરમ્યાન લઈ શકશે. રવિવારે સાંજે ગ્રૅન્ડ ફિનાલેમાં બૉમ્બે હાઈ કોર્ટના નિવૃત્ત જજ શાહરુખ કાથાવાલા વિશેષ ઉપસ્થિત રહેશે. વધુ માહિતી માટે ફ્રોહર ફાઉન્ડેશનનો 86550 69313 અથવા નીતિન કંથારિયાનો 93240 28447 નંબર પર સંપર્ક કરવો.

dadar religion bombay high court news mumbai mumbai news