02 March, 2025 01:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારતમાં રીટેલ પેમેન્ટ અને સેટલમેન્ટ સિસ્ટમને ઑપરેટ કરનાર નૅશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (NPCI)નું ઇન્ટરનૅશનલ હેડક્વૉર્ટર બાંદરા–કુર્લા કૉમ્પ્લેક્સ (BKC)માં બનવાનું છે. મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)એ આ માટે ગઈ કાલે NPCIને જમીન ટ્રાન્સફર કરી છે. આ પ્રસંગે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, MMRDA કમિશનર ડૉ. સંજય મુખરજી, કૌશલ્ય વિકાસ, રોજગાર ઉદ્યોગકતા અને નવા ઉપક્રમ પ્રધાન મંગલ પ્રભાત લોઢા અને ઇન્ફર્મેશન ઍન્ડ ટેક્નૉલૉજી અને સાંસ્કૃતિક બાબતોના પ્રધાન આશિષ શેલાર પણ હાજર રહ્યા હતા.