News In Shorts: શિક્ષણ નહીં, કેળવણી: સોલાપુરની સ્કૂલના વિદ્યાર્થીઓમાં થઈ રોટલા ઘડવાની સ્પર્ધા

04 September, 2026 09:40 AM IST  |  Solapur | Gujarati Mid-day Correspondent

બાળકો ભૂખ્યાં ન રહે તેઓ જાતે રોટલા બનાવી ખાઈ શકે એટલું બેઝિક રાંધવાનું તો તેમને આવડવું જોઈએ એવો આ પહેલનો ઉદ્દેશ હતો

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

સોલાપુરના આદી જાંબમુની મરાઠી સ્કૂલના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને રાંધતા પણ આવડવું જોઈએ એવા ઉદ્દેશ સાથે સ્કૂલના ખુલ્લા પરિસરમાં જાતે ચૂલો બનાવી એમાં લાકડાં ગોઠવેલા ચૂલા સળગાવી જુવારના રોટલા બનાવવાની સ્પર્ધા રાખવામાં આવી હતી. આમાં લોટ મસળવાથી લઈને રોટલા થેપવાથી અને ચૂલા પર શેકી લેવાની બધી જ પ્રોસેસ બાળકો શીખ્યાં હતાં. તેમને મદદ કરવા શિક્ષકોએ ઇન્સ્ટ્રક્શન્સ તો આપી હતી પણ ચૂલા પર રોટલા તો વિદ્યાર્થીઓએ જ બનાવ્યા હતા. મા-બાપ ખેતરમાં કે બહાર કામ પર ગયાં હોય, વરસાદના કારણે અટકી પડે કે તેમને આવવામાં મોડું થાય તો બાળકો ભૂખ્યાં ન રહે તેઓ જાતે રોટલા બનાવી ખાઈ શકે એટલું બેઝિક રાંધવાનું તો તેમને આવડવું જોઈએ એવો આ પહેલનો ઉદ્દેશ હતો

mumbai news mumbai solapur maharashtra news maharashtra Education