01 November, 2026 03:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇન્સ્ટાગ્રામ પર ફૉલોઅર્સ વધારવા માટે અને વ્યુઝ મેળવીને ફેમસ થવા માટે જીવને જોખમમાં મૂકતાં કૃત્યો કરનારા લોકોમાં મુંબઈના રાશિદ પઠાણ નામના યુવકનું નામ ઉમેરાયું છે.
ઇન્સ્ટાગ્રામ પર ફૉલોઅર્સ વધારવા માટે અને વ્યુઝ મેળવીને ફેમસ થવા માટે જીવને જોખમમાં મૂકતાં કૃત્યો કરનારા લોકોમાં મુંબઈના રાશિદ પઠાણ નામના યુવકનું નામ ઉમેરાયું છે. તે વેસ્ટર્ન રેલવેનાં સ્ટેશનોના પ્લૅટફૉર્મ પર ખતરનાક સ્ટન્ટ કરતા વિડિયો ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૅર કરે છે.
રાશિદ પઠાણ નામના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર યુવકે તે બે રેલવે-પ્લૅટફૉર્મ દરમ્યાન લાંબો જમ્પ લગાવતો હોવાના વિડિયોનું કમ્પાઇલેશન પોસ્ટ કર્યું છે. વિડિયોમાં એક સ્ટન્ટ દરમ્યાન તેણે ટોપી અને સફેદ ટી-શર્ટ પહેરેલાં તથા બીજા સ્ટન્ટ દરમ્યાન કાળું ટી-શર્ટ અને જીન્સ પહેરેલાં છે. બધા જ વિડિયોમાં તે એક પ્લૅટફૉર્મ પરથી બીજા પ્લૅટફૉર્મ પર કૂદકો મારતો દેખાય છે. જોકે આવા વિડિયો પોસ્ટ કરીને વ્યુઝ મેળવવાના પ્રયાસમાં તે નેટિઝન્સની નજરમાં આવી ગયો છે અને વિડિયો વાઇરલ થતાં હવે તેના પર રેલવે-પ્રશાસન દ્વારા કાર્યવાહી કરવામાં આવે એવી પ્રબળ શક્યતા છે.