Mumbai Crime:  કેમ મોબાઈલ રિપેરિંગ કરવા ગયેલી યુવતીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ? મુંબઈ પોલીસે ઉકેલ્યું રહસ્ય

06 December, 2023 09:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Crime: મોબાઈલ મિકેનિક સગીર યુવતીઓના મોબાઈલ રિપેર કરવાના બહાને છુપાઈને તેના અંગત ફોટોગ્રાફ્સ લેતો હતો અને પછી બ્લેકમેઈલ કરીને યુવતીઓની છેડતી (Mobile Repairer Raped a Minor Girl) કરતો હતો.

મોબાઈલની પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં પોલીસે (Mumbai Crime) મોબાઈલ ફોન મિકેનિકની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ મિકેનિક સગીર યુવતીઓના મોબાઈલ રિપેર કરવાના બહાને છુપાઈને તેના અંગત ફોટોગ્રાફ્સ લેતો હતો અને પછી બ્લેકમેઈલ કરીને યુવતીઓની છેડતી (Mumbai Crime) કરતો હતો.

પોલીસે આ વિશે વધુમાં જણાવ્યું હતું કે તેણે આવી જ એક છોકરી સાથે સોશિયલ મીડિયા દ્વારા મિત્રતા કરી અને પછી ખાનગી ફોટા દ્વારા તેને બદનામ કરવાની ધમકી આપી હતી. તેટલું જ નહીં આ શખ્સે તેના પર બળાત્કાર (Mobile Repairer Raped a Minor Girl) પણ કર્યો હતો. 

એક મહિનાથી આરોપીની શોધ ચાલી રહી હતી. પોલીસને શંકા છે કે તેણે ઘણી છોકરીઓ સાથે આવું કર્યું છે, આ મામલે તપાસ ચાલી રહી છે. મુંબઈની મીરા-ભાઈંદર વસઈ વિરાર પોલીસે આ કેસ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે આરોપીની ઓળખ 21 વર્ષીય આદિત્ય ભગત તરીકે થઈ છે. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે નાલાસોપારાની એક 17 વર્ષની યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો.

કઈ રીતે ફસાવતો હતો આ શખ્સ?

ફરિયાદીએ જણાવ્યા અનુસાર શખ્સે તેને ફેસબુક (Facebook) પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. જે યુવતીઓ તેના મોબાઈલ ફોન રિપેર કરાવવા તેની પાસે આવતી હતી તેમની સાથે તે મિત્રતા કરતો હતો. રિપેરિંગ દરમિયાન તે યુવતીઓના ખાનગી ફોટા પાડતો હતો. થોડા દિવસ સોશિયલ મીડિયા પર ચેટ કર્યા બાદ મળવા અને છેડતી કરવા (Mumbai Crime) માટે ફોન કરતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર જ્યારે યુવતી અને આરોપી ગેસ્ટ હાઉસમાં મળ્યા ત્યારે આ શખ્સે યુવતી સાથે શારીરિક સંબંધ (Mobile Repairer Raped a Minor Girl) બાંધવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેની યુવતીએ ના પાડી હતી. 

ત્યારબાદ આરોપીએ યુવતીને તેની તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ કરવાની ધમકી આપી હતી. યુવતીએ કથિત રીતે બળાત્કાર (Mumbai Crime) બાદ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આરોપીઓ સામે કલમ 376, 376 (2) અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ (POCSO) હેઠળ બળાત્કારનો કેસ નોંધ્યો છે.

ક્રાઈમ બ્રાન્ચના એક અધિકારીએ આ વિશે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, "જ્યારે આરોપીએ જે મોબાઈલ ફોન દ્વારા પીડિતોને કોલ કરીને મેસેજ કર્યા હતા તેના તમામ IMEI નંબર ચેક કરવામાં આવ્યા હતા ત્યારે જાણવા મળ્યું કે ફોન આરોપીની દુકાન પર રિપેર કરવા માટે આપવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેણે ખાનગી ફોટા લીધા હતા.

છોકરીઓના ફોટા પાડીને તેમને મોર્ફ કરીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. આ શખ્સે તો આવી ઘણી છોકરીઓનો સંપર્ક કરી બ્લેકમેલ કર્યો છે અને બળાત્કાર કર્યો છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. મોબાઈલ ફોનના ડેટા અને અન્ય ટેકનિકલ પાસાઓનું વિશ્લેષણ કર્યા બાદ પોલીસે ભગતની સોમવારે ભાયંદરમાં તેની મોબાઈલ રિપેરિંગની દુકાનમાંથી ધરપકડ કરી હતી.

mumbai news Crime News mumbai crime news mumbai crime branch mira road bhayander mumbai