મિડ-ડે : સૌથી ખુશાલ વર્કપ્લેસ

22 January, 2025 04:30 PM IST  |  Mumbai | Bespoke Stories Studio

આ વાત હવે ઑફિશ્યલ છે. મુંબઈગરાઓનો એકમાત્ર અવાજ એવા OG (ઓરિજિનલ) મુંબઈના અખબાર ‘મિડ-ડે’ને કામ કરવા માટેનાં સૌથી ખુશાલ સ્થળોમાંના એક તરીકે પ્રમાણિત કરવામાં આવ્યું છે.

આ ટાઇટલ સશક્ત, પ્રેરક અને વૈવિધ્યસભર કાર્યસ્થળ બનાવવા માટેના એના સમર્પણનો પુરાવો છ

આ માન્યતા એક અનામી ‘એમ્પ્લૉઈ હૅપીનેસ સર્વેક્ષણ’માંથી ઉદ્ભવી હતી, જેમાં કંપનીના દરેક ખૂણામાંથી વાસ્તવિક અને પ્રામાણિક પ્રતિસાદ નોંધવામાં આવ્યા હતા. તેમણે કંપનીનો આંતરિક અને સાચો ફીડબૅક નોંધ્યો હતો.

મૅનેજિંગ ડિરેક્ટર શ્રી વિકાસ જોશી માટે આ માઇલસ્ટોન એ વાતનો પુરાવો છે કે ખુશ કર્મચારીઓ શ્રેષ્ઠ પરિણામોનો પાયો છે. તેઓ કહે છે, ‘આ પ્રમાણપત્ર ફક્ત અમારી ટીમની ખુશી પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા જ નહીં, પરંતુ જ્યારે અમે સકારાત્મક વલણ સાથે કામ કરીએ છીએ ત્યારે અમે ઉત્તમ, ગુણવત્તાભર્યાં પરિણામો મેળવી શકીએ એ વાતને પ્રતિબિંબિત કરે છે.’

એચઆર ડિપાર્ટમેન્ટનાં હેડ મિસ. શ્રી અગ્રવાલે આ ઉપલબ્ધિ પાછળની ભાવનાને કલાત્મક વાર્તા સાથે વર્ણવી હતી. તેઓ કહે છે, ‘‘મિડ-ડે’ ખાતે અમે કામને હેતુ સિદ્ધ કરવા માટેના એક કૅનવાસમાં ફેરવવાનું લક્ષ્ય રાખીએ છીએ, જ્યાં સમાવેશ એ કૅનવાસ પર પીંછાનો એક એવો લસરકો છે જે કામમાં વિવિધતાના જીવંત રંગો ઉમેરે છે અને એકજુટતા એક એવું પાત્ર છે જે આ કૅનવાસ પરના ચિત્રને જીવંત બનાવે છે. આ એક એવા કાર્યસ્થળને પ્રોત્સાહન આપવા વિશે છે જ્યાં દરેક વ્યક્તિ પોતાને મૂલ્યવાન, પ્રખ્યાત અને સહિયારા હેતુ સાથે ઊંડે સુધી જોડાયેલી અનુભવે છે.’

હૅપીએસ્ટ પ્લેસિસ ટુ વર્ક®️નાં મૅનેજિંગ પાર્ટનર નમ્રતા તાતાએ ‘મિડ-ડે’ના પ્રયાસોને બિરદાવ્યા અને કર્મચારીઓની ખુશી અને સકારાત્મકતા પ્રત્યેના તેમના સમર્પણની પ્રશંસા કરી હતી.

જેમ-જેમ ‘મિડ-ડે’ પ્રભાવશાળી પત્રકારત્વની એની સફર ચાલુ રાખે છે તેમ-તેમ આ પ્રમાણપત્ર એક શક્તિશાળી ઉદાહરણ તરીકે ઊભું થયું છે કે લોકોના માનસિક અને ભાવનાત્મક સુખમાં  રોકાણ કરવાથી ફક્ત કાર્યસ્થળ જ ખુશાલ નથી બનતું, પણ ત્યાંથી મળતાં પરિણામો પણ ઉન્નત હોય છે. જ્યારે એક કંપની કર્મચારીઓને હૃદયમાં સ્થાન આપે છે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે.

જેમ-જેમ ‘મિડ-ડે’ સર્ટિફાઇડ ‘હૅપીએસ્ટ પ્લેસ ટુ વર્ક®️’ તરીકેના આ નવા અધ્યાયની શરૂઆત કરે છે તેમ-તેમ એ તમામ પ્રકારના વર્કપ્લેસ માટે એક ઉદાહરણ સ્થાપિત કરી રહ્યું છે. એ કહે છે કે ખાસ કરીને આજના અશાંત સમયમાં જ્યાં દરેક દિવસ એક પડકાર લાવીને સામે રાખે છે ત્યાં આપણે જીવી રહ્યા છીએ. કર્મચારીઓમાં શક્ય એટલી બધી રીતે રોકાણ કરવું જોઈએ અને અહીં કોઈ વાટાઘાટો ન હોવી જોઈએ, કારણ કે ખુશી ફક્ત એક ચર્ચાસ્પદ શબ્દ નથી, એ એક ખુશાલ વર્કપ્લેસની બ્લુપ્રિન્ટ છે. સર્વ જનરેશન્સ માટે મૈત્રીપૂર્ણ એવા આ કાર્યસ્થળને શુભેચ્છાઓ.

ફક્ત સામાન્ય મુંબઈગરાઓ જ નહીં, ફિલ્મસ્ટાર્સ અને રમતગમતના સિતારાઓ પણ મુંબઈના સૌથી જીવંત અખબાર સાથે મજબૂત જોડાણ ધરાવે છે.

યુટ્યુબ- https://www.youtube.com/watch?v=UsGKwNezpcM&t=183

gujarati mid-day sunday mid-day mid day decodes social media mumbai news whats on mumbai