01 December, 2024 01:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બાબા સિદ્દીકી
બાંદરા-ઈસ્ટમાં ૧૨ ઑક્ટોબરે નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને થયેલી હત્યાના કેસના આરોપીઓ સામે મુંબઈ પોલીસે હવે મોકા (MCOCA-મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઑફ ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ઍક્ટ) ઉગામ્યો છે. પોલીસે આ કેસના ત્રણ હત્યારા શિવકુમાર ગૌતમ સહિત તેના બે સાગરીતો અને કેસ સાથે જોડાયેલા અન્ય આરોપીઓ એમ કુલ મળીને ૨૩ આરોપીઓની ધરપકડ કરી છે.
મોકા હેઠળ પોલીસે નોંધેલું આરોપીનું સ્ટેટમેન્ટ કાયદાકીય રીતે કોર્ટમાં સુનાવણી વખતે પુરાવા તરીકે રજૂ કરી શકાય છે. બીજું, આ કાયદા હેઠળ જો ગુનો નોંધવામાં આવ્યો હોય તો એમાં જામીન મળવામાં પણ વાર લાગતી હોય છે.
ગુજરાતની સાબરમતી જેલમાં બંધ લૉરેન્સ બિશ્નોઈની ગૅન્ગ દ્વારા બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી સ્વીકારાઈ હતી. આ કેસમાં હજી ત્રણ મુખ્ય આરોપીઓમાંથી શુભમ લોણકર અને ઝીશાન મોહમ્મદ અખ્તર પોલીસથી નાસતા ફરે છે, જ્યારે લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈને અમેરિકાની પોલીસે ઝડપ્યો છે.