૧૯૮૪થી પ્રૉપર્ટી-ટૅક્સ ન ભરતા માટુંગાના અરોરા સિનેમાની હરાજી કરશે BMC

08 November, 2024 09:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨.૭૪ કરોડ રૂપિયા ભરવાના બાકી હોવાથી લિલામીની નોટિસ આપવામાં આવી

૭૫ વર્ષ જૂના અરોરા સિનેમા-હૉલના દરવાજા બે વર્ષ પહેલાં કાયમ માટે બંધ કરી દેવામાં આવ્યા હતા

માટુંગામાં આવેલા સિંગલ સ્ક્રીન આઇકૉનિક સિનેમા-હૉલ અરોરાની બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) હરાજી કરશે. ૧૯૮૪થી પ્રૉપર્ટી-ટૅક્સ ભરવામાં ન આવ્યો હોવાથી ટૅક્સની રકમ ૨.૭૪ કરોડ રૂપિયા થઈ છે એટલે BMCએ સિનેમા-હૉલના દરવાજા પર લિલામીની નોટિસ ચોંટાડી છે. કોરોના મહામારી અને મલ્ટિપ્લેક્સનો સામનો કરનારા ૭૫ વર્ષ જૂના અરોરા  સિનેમા-હૉલના દરવાજા બે વર્ષ પહેલાં કાયમ માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. સિનેમા-હૉલની ઇમારત રિપેર થઈ શકે એમ નથી અને ટૅક્સ બાકી હોવાથી BMCએ એને સીલ કરી દીધી છે. આ સિનેમા-હૉલનું પ્રૉપર્ટી ટૅક્સનું બિલ ગિરગામની ફણસવાડીમાં રહેતા આર. બી. રાઉતના નામે છે. 

brihanmumbai municipal corporation property tax matunga mumbai mumbai news