મંગલ પ્રભાત લોઢા અને ગોપાલ શેટ્ટીએ નૅશનલ પાર્કમાં ચબૂતરાનું ભૂમિપૂજન કર્યું

05 August, 2025 07:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જો બહુ ગીચ વસ્તી થઈ જાય તો તેમને શિફ્ટ કરી શકાય તો એ જ રીતે કબૂતરખાનું બંધ ન કરી શકાય, શિફ્ટ કરી શકાય. આ ચબૂતરાનું પગલું ભલે આજે નાનું લાગે છે

ગઈ કાલે નૅશનલ પાર્કમાં ચબૂતરાનું ભૂમિપૂજન કરતા મંગલ પ્રભાત લોઢા અને ગોપાલ શેટ્ટી

લોકોના સ્વાસ્થ્યનું કારણ આગળ ધરીને કબૂતરખાનાંઓમાં કબૂતરોને ચણ નાખવા અને પાણી આપવા પર કોર્ટે પ્રતિબંધ મૂકી દીધો છે ત્યારે બીજી બાજુ ગઈ કાલે મુંબઈ સિટીના પાલકપ્રધાન મંગલ પ્રભાત લોઢા અને બોરીવલીના ભૂતપૂર્વ સંસદસભ્ય ગોપાલ શેટ્ટીએ નૅશનલ પાર્કમાં ચબૂતરો બનાવવાના કામનું ભૂમિપૂજન કર્યું હતું. એ વખતે મંગલ પ્રભાત લોઢાએ કહ્યું હતું કે ‘અમારું એવું વિચારવું છે કે જ્યાં તમે નૅશનલ પાર્કમાં પશુ-પંખીઓને રાખી રહ્યા છો તો પછી કબૂતરો પર કેમ પ્રતિબંધ લગાડી રહ્યા છો? આ પ્રતિબંધ લગાડ્યા બાદ અનેક જગ્યાએ રોડ પર કબૂતરો મરી રહ્યાં છે. આવી પરિસ્થિતિમાં જનપ્રતિનિધિ હોવાના નાતે મારું કહેવું છે કે તમે બધા એવા લોકો છો જે હજારો વર્ષોથી પહેલાં ગાયને રોટલી ખવડાવીશું પછી જ જમીશું, પહેલાં કબૂતરોને ચણ નાખીશું પછી જ જમીશું જેવી ટેક પાળી રહ્યા છો અને એવા સંસ્કાર બાળકોને પણ આપી રહ્યા છો. હવે શું આપણે બાળકોને એમ કહીશું કે પહેલાં બહાર જઈને મરેલાં કબૂતર સાથે સેલ્ફી લઈ આવો પછી જ જમવાનું મળશે? માણસના જીવની કિંમત છે. જો બહુ ગીચ વસ્તી થઈ જાય તો તેમને શિફ્ટ કરી શકાય તો એ જ રીતે કબૂતરખાનું બંધ ન કરી શકાય, શિફ્ટ કરી શકાય. આ ચબૂતરાનું પગલું ભલે આજે નાનું લાગે છે, પણ જ્યારે ઇતિહાસ લખાશે ત્યારે નોંધાશે કે જ્યારે કબૂતરોના મુદ્દે બધા ચૂપ બેસી ગયા હતા ત્યારે બોરીવલીના દૌલતનગરના જૈનોએ ચબૂતરો બનાવવાનું શરૂ કરી દીધું હતું.’ લોકોના સ્વાસ્થ્યનું કારણ આગળ ધરીને કબૂતરખાનાંઓમાં કબૂતરોને ચણ નાખવા અને પાણી આપવા પર કોર્ટે પ્રતિબંધ મૂકી દીધો છે ત્યારે બીજી બાજુ ગઈ કાલે મુંબઈ સિટીના પાલકપ્રધાન મંગલ પ્રભાત લોઢા અને બોરીવલીના ભૂતપૂર્વ સંસદસભ્ય ગોપાલ શેટ્ટીએ નૅશનલ પાર્કમાં ચબૂતરો બનાવવાના કામનું ભૂમિપૂજન કર્યું હતું. એ વખતે મંગલ પ્રભાત લોઢાએ કહ્યું હતું કે ‘અમારું એવું વિચારવું છે કે જ્યાં તમે નૅશનલ પાર્કમાં પશુ-પંખીઓને રાખી રહ્યા છો તો પછી કબૂતરો પર કેમ પ્રતિબંધ લગાડી રહ્યા છો? આ પ્રતિબંધ લગાડ્યા બાદ અનેક જગ્યાએ રોડ પર કબૂતરો મરી રહ્યાં છે. આવી પરિસ્થિતિમાં જનપ્રતિનિધિ હોવાના નાતે મારું કહેવું છે કે તમે બધા એવા લોકો છો જે હજારો વર્ષોથી પહેલાં ગાયને રોટલી ખવડાવીશું પછી જ જમીશું, પહેલાં કબૂતરોને ચણ નાખીશું પછી જ જમીશું જેવી ટેક પાળી રહ્યા છો અને એવા સંસ્કાર બાળકોને પણ આપી રહ્યા છો. હવે શું આપણે બાળકોને એમ કહીશું કે પહેલાં બહાર જઈને મરેલાં કબૂતર સાથે સેલ્ફી લઈ આવો પછી જ જમવાનું મળશે? માણસના જીવની કિંમત છે. જો બહુ ગીચ વસ્તી થઈ જાય તો તેમને શિફ્ટ કરી શકાય તો એ જ રીતે કબૂતરખાનું બંધ ન કરી શકાય, શિફ્ટ કરી શકાય. આ ચબૂતરાનું પગલું ભલે આજે નાનું લાગે છે, પણ જ્યારે ઇતિહાસ લખાશે ત્યારે નોંધાશે કે જ્યારે કબૂતરોના મુદ્દે બધા ચૂપ બેસી ગયા હતા ત્યારે બોરીવલીના દૌલતનગરના જૈનોએ ચબૂતરો બનાવવાનું શરૂ કરી દીધું હતું.’ 

અમારો ધર્મ કહે સાચું એવી જીદ છોડી દેવી જોઈએ  : MNSના સંદીપ દેશપાંડે

કબૂતરખાનાના મુદ્દે હવે મહારાષ્ટ્ર નવર્નિમાણ સેના (MNS)એ પણ ઝુકાવ્યું છે. MNSના નેતા સંદીપ દેશપાંડેએ ગઈ કાલે કહ્યું હતું કે ‘લોકોએ પણ વિચારવું જોઈએ, જ્યારે ન્યાયાલયે આદેશ આપ્યો છે ત્યારે કાયદાનું પાલન કરવું જોઈએ. ન્યાયાલયે સમજીવિચારીને જ આદેશ આપ્યો હશે. આવી રીતે સાંસ્કૃતિક દહેશતવાદ કે પછી​ અમારો ધર્મ કહે એ જ સાચું એ રીતે કોઈએ પણ વર્તવું ન જોઈએ. આ ખોટું છે. એને કારણે લોકોને તકલીફ થાય છે. એ અમને જોઈએ છે એટલે અમે કરીશું એવી જીદ અને વલણ કોઈએ રાખવું નહીં એવું મને લાગે છે.’

૨૪૯ લોકોને દંડ

૪ જુલાઈથી ૩ ઑગસ્ટ દરમ્યાન BMCએ કુલ ૨૪૯ લોકોને કબૂતરોને ચણ નાખવા બદલ દંડ કર્યો હતો અને તેમની પાસેથી ૧,૨૪,૪૦૦ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. સૌથી વધારે ૬૧ કેસ દાદર કબૂતરખાના પર નોંધાયા હતા અને તેમની પાસેથી ૨૭,૨૦૦ રૂપિયાનો દંડ વસૂલ કરાયો હતો.

આજે દાદર કબૂતરખાનાની સામે આવેલા દેરાસરમાં પૂજા

દાદર કબૂતરખાના પર તાલપત્રી ઢાંકી દેવાને કારણે ચણ અને પાણી ન મળતાં અનેક કબૂતરોએ જીવ ગુમાવ્યા છે. એમના આત્માને શાંતિ મળે અને ભગવાન કોઈ રસ્તો દેખાડે એ માટે જૈનો દ્વારા આજે દાદર કબૂતરખાનાની સામે જ આવેલા દેરાસરમાં બપોરે ૨.૩૦ વાગ્યે પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિશે માહિતી આપતાં સંદીપ દોશીએ કહ્યું હતું કે ‘છેલ્લા ૩ દિવસમાં ૧૦૦૦ જેટલાં કબૂતરોએ જીવ ગુમાવ્યા છે. સંદીપ દોશીએ કહ્યું કે આ ન ચલાવી શકાય, આ અમારા સિદ્ધાંતોની વિરુદ્ધ છે. અમારું માનવું હતું કે ભારતીય જનતા પાર્ટી એ સનાતન પાર્ટી છે જે અમારી ભાવના સમજે છે. આ નિર્ણયને કારણે કેટલાં બધાં પક્ષીઓએ જીવ ગુમાવ્યા. અમારી પાસે હવે આ બાબતનો જાહેર વિરોધ કરવા સિવાય બીજો કશો વિકલ્પ બચતો નથી.’

mumbai bombay high court mumbai high court borivali national park jain community political news maharashtra government news mumbai news