ચૂંટણી પહેલા હંગામોઃ ભાજપ નેતા વિનોદ તાવડે પર `Cash For Vote`નો આરોપ, વીડિયો થયા વાયરલ

19 November, 2024 03:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Maharashtra Assemble Elections 2024: ઈલેક્શનના એક દિવસ પહેલાં જ રાજ્યમાં થયો હંગામો, વિનોદ તાવડે પર વસઈ વિરારમાં પૈસા વહેંચવાનો આરોપ, ઘટનાના વીડિયો વાયરલ

ફાઇલ તસવીર

મહારાષ્ટ્રની રાજ્યસભા ચૂંટણી ૨૦૨૪ (Maharashtra Assemble Elections 2024)ના એક દિવસ પહેલા રાજ્યમાં રાજકારણીઓ દ્વારા લોકોના પૈસા વહેંચવા `Cash For Vote)નો મામલો સામે આવ્યો છે. મહા વિકાસ આઘાડી (Maha Vikas Aghadi) પાર્ટીએ મહા યુતિ (Maha Yuti) સંગઠનના નેતાઓ પર પૈસાની વહેંચણીનો આરોપ લગાવ્યો છે. વસઈ (Vasai) વિરાર (Virar)માં ભારતીય જનતા પાર્ટી - ભાજપ (Bharatiya Janata Party – BJP)ના દિગ્ગજ નેતા અને રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે (Vinod Tawde) પર પૈસાની વહેંચણીનો આરોપ લાગ્યો છે.

બહુજન વિકાસ આઘાડીના કાર્યકરોનો આરોપ છે કે, ભાજપ નેતા વિનોદ તાવડે વહેંચવા માટે પાંચ કરોડ રૂપિયા લઈને અહીં આવ્યા હતા. કોંગ્રેસ (Congress)એ આ ઘટનાને લગતો એક વીડિયો પણ સોશિયલ મીડિયા (Social Media) પર અપલોડ કર્યો છે. આ વીડિયો અત્યારે ખુબ વાયરલ થઈ રહ્યો છે. જો કે વિનોદ તાવડેએ આ તમામ આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે.

કોંગ્રેસે શૅર કરેલા એક વીડિયોના કૅપ્શનમાં લખ્યું છે કે, ‘ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે મહારાષ્ટ્રની એક હોટલમાં પૈસાની વહેંચણી કરતા ઝડપાયા છે. વિનોદ તાવડે એક થેલીમાં પૈસા લઈને લોકોને ત્યાં બોલાવીને પૈસાની વહેંચણી કરી રહ્યો હતો. જ્યારે લોકોને આ સમાચારની જાણ થઈ ત્યારે ભારે હોબાળો મચી ગયો હતો. પૈસા સાથે વિનોદ તાવડેના ઘણા વીડિયો સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં મતદાન થવાનું છે તે પહેલા જ ભાજપના નેતાઓ પૈસાની મદદથી ચૂંટણીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેમાં કાર્યકરોથી લઈને મોટા નેતાઓ સુધીનો દરેકનો સમાવેશ થાય છે. ચૂંટણી પંચે આ બાબતને ધ્યાને લઈ કડક કાર્યવાહી કરવી જોઈએ.’

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે વિપક્ષી પાર્ટી બહુજન વિકાસ અઘાડીના કાર્યકરોએ તેમને મુંબઈની એક હોટલની બહાર ઘેરી લીધા છે. મળતી માહિતી મુજબ, હંગામા બાદ વિવાંતા હોટલને સીલ કરી દેવામાં આવી છે.

જો કે, ભાજપના વિનોદ તાવડે આ આરોપોને ખોટા ગણાવી રહ્યા છે. તેમણે કહ્યું કે સીસીટીવી ફૂટેજની તપાસ થવી જોઈએ. પૈસા વહેંચવાનો વિચાર ખોટો છે. જો પૈસાની વહેંચણી કરવામાં આવી હોય તો ચૂંટણી પંચે તેની તપાસ કરવી જોઈએ. વિનોદ તાવડેએ કહ્યું કે, ‘હું કાર્યકરોને મળવા ગયો હતો. આ મહાવિકાસ આઘાડીના કાર્યકરોએ ખોટા આક્ષેપો કર્યા છે. નાલાસોપારાના ધારાસભ્યોની બેઠક ચાલી રહી હતી. મતદાન દિવસ માટે આદર્શ આચારસંહિતા, મતદાન મશીનો કેવી રીતે સીલ કરવામાં આવશે અને જો કોઈ વાંધો હોય તો શું કરવું વગેરે વિશે તેમને કહેવા ગયો હતો. બહુજન વિકાસ આઘાડીના કાર્યકરો અપ્પા ઠાકુર અને ક્ષિતિજે વિચાર્યું કે અમે પૈસા વહેંચી રહ્યા છીએ. ચૂંટણી પંચ અને પોલીસે તપાસ કરવી જોઈએ, તેમને સીસીટીવી ફૂટેજ મળવા જોઈએ. હું ૪૦ વર્ષથી પાર્ટીમાં છું. અપ્પા ઠાકુર અને ક્ષિતિજ મને ઓળખે છે, આખો પક્ષ મને ઓળખે છે, તેમ છતાં હું માનું છું કે ચૂંટણી પંચે નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ.’

મહારાષ્ટ્ર રાજ્યસભા ચૂંટણી ૨૦૨૪ને એક જ દિવસ બાકી છે ત્યારે આ તમાશો થયો છે.

maharashtra assembly election 2024 assembly elections vinod tawde vasai virar bharatiya janata party maha vikas aghadi maha yuti viral videos maharashtra news maharashtra mumbai mumbai news