27 April, 2024 07:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ સાત સરકારી એજન્સી પાસેથી પ્રૉપર્ટી-ટૅક્સની ૩૦૦૦ કરોડ રૂપિયાની રકમ લેણી નીકળે છે. આ યાદીમાં ટોચના સ્થાને મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA) છે અને ત્રીજી એપ્રિલે એણે ૨૦૪૨ કરોડ રૂપિયાની રકમ ચૂકવવાની બાકી હતી. ત્યાર પછીના ક્રમે ૨૪૬ કરોડ રૂપિયા સાથે મહારાષ્ટ્ર હાઉસિંગ ઍન્ડ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી (MHADA) આવે છે. સેન્ટ્રલ ગવર્નમેન્ટ ઑથોરિટીએ ૨૯૪ કરોડ રૂપિયા અને મુંબઈ પોર્ટ ઑથોરિટીએ ૩૧ કરોડ રૂપિયાની રકમ ચૂકવવાની બાકી છે. પ્રૉપર્ટી-ટૅકસ નહીં ચૂકવનારા અન્યોમાં રેલવે, સરકાર અને પોલીસ કમિશનરનો સમાવેશ થાય છે.