ધ્રુમિલ પટેલનો જીવ લેનારા સગીર કાર-ડ્રાઇવરના પપ્પા જામીન માટે હવે સેશન્સ કોર્ટમાં ગયા, ચુકાદો બાકી

05 March, 2026 07:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઘાટકોપરના ધ્રુમિલ પટેલના જીવલેણ અકસ્માતમાં સંડોવાયેલા સગીર કાર-ડ્રાઇવરના પપ્પાએ જામીન માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી છે

ધ્રુમિલ પટેલ

ઘાટકોપરના ધ્રુમિલ પટેલના જીવલેણ અકસ્માતમાં સંડોવાયેલા સગીર કાર-ડ્રાઇવરના પપ્પાએ જામીન માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી છે. ગયા અઠવાડિયે મૅજિસ્ટ્રેટ કોર્ટે તેમની અરજી ફગાવી દીધા બાદ સેશન્સ કોર્ટમાં જામીનઅરજી પર બુધવારે સુનાવણી થઈ હતી. સેશન્સ કોર્ટે પીડિતના પરિવારના વકીલને જામીનનો વિરોધ કરવા માટે મંજૂરી આપી હતી. સગીરના પપ્પાએ દાવો કર્યો છે કે તેમના દીકરાએ તેમની જાણ વગર કે સંમતિ વિના કાર ચલાવી હતી. આ બાબતે ગઈ કાલે સુનાવણી થઈ હતી. જોકે અદાલત આ બાબતે ચુકાદો આવતી સુનાવણીમાં આપશે.

પાંચમી ફેબ્રુઆરીએ રાત્રે ૧૭ વર્ષના ટીનેજરે કાર ચલાવતી વખતે સ્કૂટરને ટક્કર મારી હતી, જેમાં ઘાટકોપરના ધ્રુમિલ પટેલે જીવ ગુમાવ્યો હતો અને તેની પત્ની મીનળ ગંભીર રીતે ઘાયલ થઈ છે. આ કેસમાં સગીરના પપ્પાની ૧૦ ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી.

mumbai news mumbai ghatkopar gujarati community news gujaratis of mumbai Crime News road accident