14 December, 2025 06:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લીઅનલ મેસી
ફુટબૉલ આઇકન લીઅનલ મેસી GOAT ઇન્ડિયા ટૂર ૨૦૨૫ના ભાગરૂપે આજે મુંબઈમાં આવી રહ્યો છે. વાનખેડે સ્ટેડિયમમાં સાંજે પાંચ વાગ્યે મેસીની સ્પેશ્યલ ઇવેન્ટ યોજાશે. એક તરફ ફુટબૉલપ્રેમીઓ અને મેસીના ચાહકોમાં આ ઇવેન્ટ માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ ઑર્ગેનાઇઝર્સ અને સિક્યૉરિટી ટીમ્સ યુદ્ધના ધોરણે તૈયારીમાં લાગ્યાં છે. આ ઇવેન્ટ માટે કડક ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવી છે. કલકતામાં મેસીની ઇવેન્ટમાં થયેલી ગરબડો જોઈને મુંબઈની ઇવેન્ટમાં નિયમો અને ગાઇડલાઇન્સનું ચુસ્ત પાલન કરવા માટે આયોજકોએ કમર કસી છે. સિક્યૉરિટી ચેકિંગ વધુ સ્ટ્રિક્ટ કરી દેવામાં આવ્યું છે. દરેક વ્યક્તિની તલાશી લેવામાં આવી શકે છે અને સિક્યૉરિટી ગાર્ડ્સ દ્વારા બૅગ સહિતના તમામ સામાનની તપાસ કરવામાં આવી શકે છે.
સ્ટેડિયમમાં એન્ટ્રી માટેના નિયમો
એક ટિકિટ પર એક જ વ્યક્તિને પ્રવેશ
બે વર્ષ અને તેથી વધુ ઉંમરના દરેક બાળકની ટિકિટ જરૂરી
૧૮ વર્ષથી ઓછી ઉંમરનાં ટીનેજરો-બાળકોએ પેરન્ટ કે ગાર્ડિયન સાથે રહેવું
ટિકિટ પર લખેલા હશે એ જ સિટિંગ એરિયામાં પ્રવેશ મળશે
આજે બપોરે ૧૨ વાગ્યાથી રાતે ૧૧ વાગ્યા સુધી વાનખેડે સ્ટેડિયમની આસપાસના અનેક રસ્તાઓ પર ટ્રાફિક-ડાઇવર્ઝન અમલમાં રહેશે.
મેસી મુંબઈમાં શું કરશે?
મેસી મુંબઈમાં સેલિબ્રિટી ફુટબૉલ મૅચ, પેનલ્ટી શૂટઆઉટ, યંગ ટૅલન્ટ્સ સાથે ફુટબૉલ માસ્ટરક્લાસ વગેરે ઇવેન્ટ્સમાં ભાગ લેવાનો છે. મેસી એક ચૅરિટેબલ ફૅશન-શોમાં પણ જોડાવાનો છે.
સ્ટેડિયમમાં આ વસ્તુઓ પર પ્રતિબંધ
બૅકપૅક, લૅપટૉપ બૅગ, સૂટકેસ, હેલ્મેટ, છત્રી, બૉટલ, લાઇટર, ટિન, કૅન, મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ, બળી શકે એવા પદાર્થ કે જોખમી ચીજવસ્તુઓ, ફટાકડા, હથિયાર, સ્ટીલ કન્ટેનર, પેટ્સ (ગાઇડ ડૉગ્સ સિવાય), તમાકુ, ઈ-સિગારેટ, બહારનું ફૂડ કે ડ્રિન્ક્સ.
કૅમેરા, સ્માર્ટફોન અથવા અન્ય ઇલેક્ટ્રૉનિક ડિવાઇસનો ઉપયોગ કરીને ઇવેન્ટ રેકૉર્ડ કરવા પર પણ પ્રતિબંધ છે.
સ્ટેડિયમની અંદર સ્મોકિંગ પર પણ પ્રતિબંધ છે. ચેકિંગમાં જો આમાંથી કોઈ પણ વસ્તુ મળશે તો એ જપ્ત કરવામાં આવશે અને રિટર્ન કરવામાં આવશે નહીં,