midday

મરીન લાઇન્સના બિલ્ડિંગમાં આગ લાગી : રહેવાસીઓ જીવ બચાવવા દોડ્યા, પણ આખરે સબસલામત

25 March, 2025 12:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઘટનાસ્થળે જઈને જોયું તો સોસાયટીની ફાયર-ફાઇટિંગ સિસ્ટમ નહોતી ચાલી રહી એટલે અમે હોઝપાઇપ લગાવી પાણીનો મારો કરીને આગને ઠારી હતી. આગમાં કોઈને ઈજા થઈ નથી
મરીન પૅલેસ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીના બારમા માળે આવેલા એક ફ્લૅટમાં ગઈ કાલે આગ ફાટી નીકળી હતી તસવીર : સૈયદ સમીર અબેદી

મરીન પૅલેસ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીના બારમા માળે આવેલા એક ફ્લૅટમાં ગઈ કાલે આગ ફાટી નીકળી હતી તસવીર : સૈયદ સમીર અબેદી

મરીન લાઇન્સ સ્ટેશનની પાસે જ આવેલી ચંદનવાડીમાં વીસ માળની મરીન પૅલેસ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીના બારમા માળે આવેલા એક ફ્લૅટમાં ગઈ કાલે આગ ફાટી નીકળી હતી. ફાયર-બ્રિગેડે આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘ફ્લૅટ નંબર ૧૨૦૧માં રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું ત્યારે શૉર્ટ-સર્કિટને કારણે આગ લાગી હતી. ત્યાં લાકડાં અને અન્ય મટીરિયલ સ્ટોર કરવામાં આવ્યાં હતાં. આગ લાગતાં જ એ ફ્લૅટના કામગારો સહિત બિલ્ડિંગના રહેવાસીઓ જીવ બચાવવા નીચે દોડી ગયા હતા અને અમને ઇન્ફૉર્મ કરવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે જઈને જોયું તો સોસાયટીની ફાયર-ફાઇટિંગ સિસ્ટમ નહોતી ચાલી રહી એટલે અમે હોઝપાઇપ લગાવી પાણીનો મારો કરીને આગને ઠારી હતી. આગમાં કોઈને ઈજા થઈ નથી.’

નાગપાડામાં ગેરકાયદે માંસ લઈ જતા ટેમ્પો સામે પોલીસે કરી કાર્યવાહી

નાગપાડામાં રવિવારે રાતે માંસ લઈ જતા ટેમ્પોને લઈને બબાલ મચી ગઈ હતી. અમુક લોકોનું કહેવું હતું કે એ ગૌમાંસ છે. એથી આને લઈને વાતાવરણ તંગ થઈ ગયું હતું. એની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ટેમ્પો જપ્ત કરીને એમાનું માંસ ગૌમાંસ છે કે નહીં એની ચકાસણી કરવા માટે એનાં સૅમ્પલ લૅબોરેટરીમાં મોકલાવ્યાં હતાં. ટેમ્પોના મા​લિક અને ડ્રાઇવરને ઝડપી લઈ તેમની સામે પ્રાણીને મારવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. સાથે જ આ માંસ ક્યાંથી આવ્યું હતું અને કોને મોકલવામાં આવી રહ્યું હતું એની તપાસ શરૂ કરવામાં આવી છે. આ સંદર્ભે ઉચ્ચ પોલીસ-અધિકારીએ લોકોને અફવા પર ધ્યાન ન આપવા અને શાંતિ જાળવવા અપીલ કરી હતી. 

marine lines marine drive fire incident mumbai fire brigade news mumbai mumbai news