20 February, 2025 07:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કાંદિવલી-ઈસ્ટમાં દામુનગરમાં આવેલી આઝાદવાડીમાં એક કમર્શિયલ ગાળામાં આગ લાગી (તસવીરો : સતેજ શિંદે)
ગઈ કાલે સાંજે કાંદિવલી-ઈસ્ટમાં દામુનગરમાં આવેલી આઝાદવાડીમાં એક કમર્શિયલ ગાળામાં આગ લાગી હતી. આજુબાજુમાં ચાલી અને ઝૂંપડપટ્ટી હોવાથી થોડી વાર માટે ભયનું વાતાવરણ થઈ ગયું હતું. જોકે ફાયર બ્રિગેડના જવાનોએ ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લઈ લીધી હતી. આ ઘટનામાં કોઈને ઈજા નહોતી થઈ.