26 December, 2024 02:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આગની તસવીર
નવી મુંબઈમાં આવેલી ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC)ની સેક્ટર–૧૯માં આવેલી કાંદા-બટાટા માર્કેટની એક રેસ્ટોરાંમાં ગઈ રાલે રાતે ૧૦ વાગ્યે આગ ફાટી નીકળી હતી. નવી મુંબઈ પોલીસ કન્ટ્રોલના જણાવ્યા અનુસાર રાતે ૧૦ વાગ્યાની આસપાસ આ કૉલ આવ્યો હતો. આગ લાગ્યાની જાણ થતાં જ ફાયર-બ્રિગેડ, સ્થાનિક APMC પોલીસ-સ્ટેશનનો સ્ટાફ અને નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનનો સ્ટાફ ઘટનાસ્થળે ધસી ગયાં હતાં. જોકે પ્રાથમિક માહિતી મુજબ આગમાં કોઈ જાનહાનિ કે કોઈના ઘાયલ થયાના સમાચાર નથી.