BKC મેટ્રો સ્ટેશનના બેઝમેન્ટમાં આગ ફાટી નીકળી, મુંબઈ મેટ્રો લાઇન 3ની સેવાને અસર

15 November, 2024 03:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Fire at BKC Metro Station: બીએમસીએ આપેલા અપડેટેડ અહેવાલમાં 15 નવેમ્બર 2024ના રોજ લગભગ એક વાગ્યાની આસપાસ આ આગની ઘટના સામે આવી હતી. નવા મળેલા અપડેટ મુજબ બીએમસી અને એમએફબી દ્વારા આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મુંબઈના બાન્દ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) મેટ્રો સ્ટેશનના (Fire at BKC Metro Station) બેઝમેન્ટમાં આગ લાગવાની ઘટના બની હતી. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ પહેલા આપેલી માહિતી મુજબ શુક્રવારે બાન્દ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) મેટ્રો સ્ટેશનની બહાર આગ ફાટી નીકળી હતી અને તે BKC મેટ્રો સ્ટેશનની સામે આવેલી ઇન્કમ ટૅક્સ ઓફિસની નજીક આવેલા કચરાના ઢગલામાં લાગી હતી. જોકે તે હવે બેઝમેન્ટમાં લાગી હોવાની માહિતી છે. આ આગ લાગ્યાની સાથે સાવચેતીના પગલા તરીકે, મુસાફરોને તેમની સલામતી સુનિશ્ચિત કરીને ઝડપથી મેટ્રો સ્ટેશનની બહાર કાઢવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે BKC મેટ્રો સ્ટેશનને કામકાજ માટે અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યું હતું, પરંતુ બાકીની મુંબઈ મેટ્રો લાઇન 3 સંપૂર્ણપણે કાર્યરત છે.

"BKC સ્ટેશન પર પેસેન્જર સેવાઓ એન્ટ્રી/એક્ઝિટ A4 ની બહાર આગને કારણે અસ્થાયી રૂપે બંધ છે, જેના કારણે સ્ટેશન પરિસરમાં ધુમાડો ફેલાયો હતો. મુસાફરોની સલામતી માટે, અમે સેવાઓ થોભાવી છે. વૈકલ્પિક બોર્ડિંગ માટે પ્રવાસીઓને કરીને બાન્દ્રા કોલોની સ્ટેશન પર આગળ જવા વિનંતી કરવામાં આવી છે,” એમ એક નિવેદનમાં એમએમઆરસીએ જણાવ્યું હતું. BMCએ (Fire at BKC Metro Station) કહ્યું કે હજુ સુધી કોઈ ઈજાના અહેવાલ નથી.

બીએમસીએ આપેલા અપડેટેડ અહેવાલમાં 15 નવેમ્બર 2024ના રોજ લગભગ એક વાગ્યાની આસપાસ આ આગની ઘટના સામે આવી હતી. નવા મળેલા અપડેટ મુજબ બીએમસી અને એમએફબી દ્વારા આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. આ એક લેવલ ટૂની આગ હતી જે ઈન્કમ ટૅક્સ ઓફિસ, મેટ્રો (Fire at BKC Metro Station) સ્ટેશનની નીચે, BKC રોડ, બાન્દ્રા પશ્ચિમ ખાતે લાગી હતી. આ આગની માહિતી મળતા જ MFB, પોલીસ, અદાણી ગ્રૂપના અધિકારીઓ, 108 એમ્બ્યુલન્સ, મેટ્રો સ્ટાફ, PWD, મેટ્રો અને SWM સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. 

MFB દ્વારા આગને લેવલ ટૂની ઘટના જાહેર કરવામાં આવી હતી. આ આગ મેટ્રો સ્ટેશનની લગભગ 40-50 ફૂટની ઊંડાઈએ ભોંયરામાં લાકડાના સ્ટોરેજ અને ફર્નિચર વગેરે સુધી મર્યાદિત છે. જોકે તેને લીધે ત્યાં ધુમાડો પાસરી ગયો છે. આ આગ લાગ્યા બાદ 02 નાની લાઇન અને 02 BA સેટ સાથે અગ્નિશામક દળના (Fire at BKC Metro Station) જવાનો આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ ઘટનામાં હજી સુધી કોઈપણ જાનહાનિ થઈ ન હોવાની માહિતી છે.

અગાઉ, રવિવારે મુંબઈના ગોરેગાંવ (Fire at BKC Metro Station) વિસ્તારમાં આગ ફાટી નીકળતાં એક 23 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને અન્ય એક ગંભીર રીતે ઘાયલ થયો હતો, અધિકારીઓએ જણાવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે ગેરેજની સામેના વાહનમાં રેફ્રિજરન્ટ ગૅસ રિફિલ કરતી વખતે આગ ફાટી નીકળી હતી. માહિતી અનુસાર, વાહનમાં રિફિલ કરતી વખતે કોમ્પ્રેસરમાંથી રેફ્રિજન્ટ ગૅસ લીક થવાને કારણે આગ લાગી હતી, જેના કારણે ઇલેક્ટ્રિક વાયરિંગ અને વાહનના અન્ય ભાગો બળી ગયા હતા. ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું કે પાર્ક કરેલી બાઇકને પણ નુકસાન થયું છે.

fire incident bandra kurla complex mumbai metro brihanmumbai municipal corporation mumbai news bandra mumbai fire brigade