મલાડ સ્ટેશન પર મંડપ બાંધીને નમાજ પઢતા ત્રણ ફેરિયાઓ સામે ગુનો નોંધાયો

16 March, 2026 07:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તાજેતરમાં જ ઍરપોર્ટ નજીક નમાજ પઢવા બદલ રિક્ષાડ્રાઇવરોની બૉમ્બે હાઈ કોર્ટે ઝાટકણી કાઢી હતી. 

મલાડ સ્ટેશન પર મંડપ બાંધીને પઢવામાં આવી રહેલી નમાજનો વિડિયો વાઇરલ થયા બાદ ઊહાપોહ મચતાં FIR દાખલ કરવામાં આવ્યો હતો.

મલાડ સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર એક પર મંડપ બાંધી જગ્યા કવર કરીને મુસ્લિમો દ્વારા નમાજ પઢવામાં આવતી હોવાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા બાદ આ બાબતે ઑનલાઇન ચર્ચાએ જોર પકડ્યું હતું. એ પછી ભારતીય જનતા પાર્ટી (BJP)ના ભૂતપૂર્વ સંસદસભ્ય અને નેતા કિરીટ સોમૈયાએ તેમની સામે ઍક્શન લેવાની માગણી કરી હતી. મલાડના સ્ટેશન-માસ્ટરે ત્યાર બાદ ફરિયાદ કરતાં રેલવે પ્રોટેક્શન ફોર્સ ઍક્શનમાં આવી હતી અને ૩ ફેરિયાઓ સામે આ બાબતે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધ્યો હતો. 

એ વિડિયો વાઇરલ થયા બાદ રેલવે પ્રોટેક્શન ફોર્સે ૩ ફેરિયાઓ સામે રેલવે પ્રૉપર્ટીમાં ટ્રેસપાસિંગ કરવા અને અયોગ્ય રીતે ઉપયોગ કરવા બદલ ગુનો નોંધ્યો હતો. તાજેતરમાં જ ઍરપોર્ટ નજીક નમાજ પઢવા બદલ રિક્ષાડ્રાઇવરોની બૉમ્બે હાઈ કોર્ટે ઝાટકણી કાઢી હતી. 

mumbai news mumbai malad bombay high court Crime News mumbai crime news mumbai police bhartiya janta party bjp bharatiya janata party